Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કાલાવડમાં માસ્ક મુદ્દે વેપારી પિતા-પુત્રને ઢોર માર મારનાર લોકરક્ષક દળના ૩ જવાન-હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પિતા-પુત્ર રાજકોટ સારવારમાં: જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા તાત્કાલીક આદેશ

તસ્વીરમાં ઇજાગ્રસ્ત હાલતમાં વેપારી પિતા-પુત્ર નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી કમલેશ  આશરા-કિંજલ કારસરીયા-જામનગર-કાલાવડ)

જામનગર-કાલાવડ,તા. ૧૫: જામનગર જીલ્લાના કાલાવડરમાં માસ્ક મુદ્દે વેપારી પિતા-પુત્રને ઢોર માર મારનાર ૩ લોક રક્ષક દળના જવાન અને એક પોલીસ જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

કાલાવડમાં માસ્ક મામલે પિતા-પુત્રને પોલીસે ઢોર -માર મારતા ચકચાર મચી ગઇ છે. જિલ્લા પોલીસ વડા શરદ સિઘલ કાલાવડ દોડી ગયા હતા. પિતા-પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. પિતા-પુત્રને માર મારનાર લોકરક્ષક દળના ૩ જવાનો અને ૧ હેડ કોન્સ્ટેબલ સ્પેન્ડ કરાયા છે.

કાલાવડ તાલુકાની સાથે જામનગર જીલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર કાલાવડના વેપારી અગ્રણી ઘનશ્યામ મનસુખલાલ ઉદેશી અને તેનો પુત્ર નિશાંત મંગળવારે મેઇન બજારમાં મુળીલા ગેઇડ પાસે આવેલી પોતાની ભાટિયા સ્ટોર પર હતા. ત્યારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કાલાવડ પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સટેબલ આવ્યા હતા. અને માસ્ક કેમ પહેર્યું નથી તેમ કહ્યું હતું. આથી વેપારીએ હું હમણાં જ આવ્યો છુ દિવાબતી કરતો હોવાથી માસ્ક ઉતાર્યું હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ કર્મચારીઓએ વેપારી પિતા-પુત્રને ગાળો ભાંડી હતી. આથી વેપારીએ ગાળો આપવાની ના પાડતા પોલીસ કર્મચારીએ બને પિતા -પુત્રને પટાથી ઢોર માર મારી પોલીસ મથકે લઇ ગયા હતા. અને બેસાડી રાખ્યા હતા.

વેપારી ઘનશ્યામભાઇ ઉદેશી અને તેના પુત્ર નિશાંતની દુકાને પોલીસ ગયા ત્યારે વેપારીએ માસ્ક પહેર્યું ન હતું. આથી દંડનું કહેતા વેપારીએ ના પાડી હતી. જાહેરનામા ભંગની ફરીયાદ માટે પોલીસ મથકે લઇ જતા ત્યાં અડચણ ઉભી કરતા પિતા-પુત્ર અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેમ કૃણાલ દેસાઇ જામનગર ગ્રામ્ય ડીવાયએસપીએ જણાવ્યું હતું.

આ ઘટનામાં કાલાવડ ૫ોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ભ૨તસિંહ દાનસંગ કયો૨ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૭-૨૦૨૦ના ના આ કામના આ૨ો૫ી નિશાંતભાઈ ઘનશ્યામભાઈ ઉદેશી એ માસ્ક નહીં ૫હે૨ી ૫ોતાની દુકાને ભીડ એકઠી ક૨ી માસ્ક નહીં ૫હે૨ી તથા આ કામના આ૨ો૫ીઓ નિશાંતભાઈ ઘનશ્યામભાઈ ઉદેશી, ઘનશ્યામભાઈ મનસુખલાલ ઉદેશી, ૨ે. કાલાવડવાળા ૫ોલીસ સ્ટેશનમાં આવી પ્રતિબંધિત એ૨ીયામાં ૫૨વાનગી વગ૨ વિડીયો ૨ેકોર્ડ ક૨તા હોય અને આ ૨ેકોડીંગ અન્ય વ્યકિતને આ૫વાની સંભાવના તથા વાય૨લ ક૨વાની સંભાવના હોય તથા જેથી તેઓના મોબાઈલ માગતા બંન્ને આ૨ો૫ીઓએ ૫ોલીસના માણસો સાથે ગાળા ગાળી ક૨ી ઝ૫ાઝ૫ી ક૨ી આ૨ો૫ી નિશાંતભાઈએ ફ૨ીયાદી હેડ કોન્સ. ભ૨તસિંહની ડ્રેસના બટન તોડી તથા નેમ પ્લેટ તોડી નાખી ૫ેટમાં લાત મા૨ી તથા આ૨ો૫ી ઘનશ્યામભાઈએ કોન્સ. વાસુદેવસિંહ નિરૂભા જાડેજાને ૫ેટમાં મુકકો મા૨ી કાઠલો ૫કડી શર્ટના બટન તોડી નાખી તથા ગંજી તોડી નાખી ફ૨ીયાદી ભ૨તસિંહ તથા ૫ોલીસ સ્ટાફના માણસોને જાનથી મા૨ી નાખવાની ધમકી આ૫ી તથા ૫ોલીસ સ્ટેશનના કોમ્પ્યુટ૨ ૫ી.સી.નો નીચે ઘા ક૨ી તોડી નાખી નુકશાની ક૨ી તથા અમા૨ી કાયદેસ૨ની ફ૨જમાં રૂકાવટ ક૨ી હુમલો ક૨ી ગુનો ક૨ેલ છે.

ઉ૫૨ોકત બનાવમાં ત્રણ લોક૨ક્ષક દળના જવાન સહીત એક ૫ોલીસ કર્મચા૨ી સસ્૫ેન્ડ ક૨વામાં આવ્યા અને તેમની સામે આઈ.૫ી.સી.કલમ ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધ૨ાઈ છે.

(11:34 am IST)