Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

એક મહીનામાં તળાજામાં ૨૭ કેસ,તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત!

ભાવનગર જિલ્લાના ગામડાઓના આગેવાનો નહિ જાગેતો ખતરો : બપોરના ચાર પછી તળાજાની બજારો મહદઅંશે બંધ રહી જોકે સ્વયંની જાગૃતતા સિવાય છૂટકો નથી

ભાવનગર તા.૧૫ : તળાજા શહેર અને તાલુકાના ગામડાઓ મળીને એક મહિનામાં આજ સુધીના ૨૭ કોરોના દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ ના પચીસ સેમ્પલિંગ કરવામાં આવેછે.જેમાંથી ૧૫ દર્દીઓ ને રજા આપી દેવાઈ છે.એકપણ મોત નથી.

તળાજા આરોગ્ય અધિકારી ડો.નિલેશ ગોધાણી એ જણાવ્યું હતુંકે સુરત, મુંબઈ,અમદાવાદ સહિતના શહેરો માંથી આવવાનો રેશિયો મોટો છે.સ્થાનિક સંક્રમણ એકપણ નથી.એક આંગડિયા યુવક સિવાય તમામ સુરત થી કોરોનાનો ચેપ લઈ આવ્યા છે. તેના માટે ગાડમાઓને આગેવાનો,તલાટી સહિતના જાગૃત બનવું પડશે.ગામમાં જે કોઈ આવે તેને વાડીએ સ્વંય ૧૪ દિવસ માટે કોરોન્ટાઈન થવું જોઈએ અથવા ગામના આગેવાનો એ કરી દેવા જોઈએ જે કોઈના સંપર્કમાં ન આવે તેની ખાસ કાળજી લેવી જોઈએ.

તળાજાના વેપાર ધંધા બપોરના બે વાગ્યે બાદ બંધ રાખવાની અપીલ ની અસર આજે વધું જોવા મળી હતી.શાક માર્કેટ સહિતનો મુખહ બજાર નો વિસ્તાર મહદ અંશે બંધ જોવા મળેલ. ખાસ જેનો સાંજનો ફરસાણ નો વ્યવસાય છે તેપણસ્વંય બંધમા જોડાયા હતા.

આ બાબતે પણ તાલુકા આરોગ્ય અધિકારી એ પ્રતિક્રિયા આપી હતીકેઙ્ગ વેપારીઓ સ્વંય બંધમાં જોડાય તે સારી વાત છે.પણ એનાથી મહત્વનું છે દુકાનોમાં આવતા ગ્રાહકો વચ્ચે દુરી જળવાય.

તેઓએ સૂચન કર્યુ હતુંકે દુકાનોમાં ગ્રાહક પ્રવેશે તે પહેલાં તેઓનું સ્ક્રીનિંગ કરવામાં આવે તો ટેમ્પરેચર પરથી ખ્યાલ આવી જાય.જે અમોને જાણ કરેતો અમે ઘટતાં પગલાં લઈ શકીએ.

તળાજા તાલુકાના ગામડાઓમાં ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવ્યા છે.આ રથ ગામડે ગામડે ફરીને લોકોના આરોગ્યની કાળજી લઈ રહ્યો છે. લોકો પોતાના આરોગ્ય માટે ધન્વંતરિ રથનો ઉપયોગ કરી શકશે.જે નિઃશુલ્ક અને સરકારી કર્મીઓ તાલીમ પામેલા હોય છે.

(11:33 am IST)