Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : શહેર માં ૧૧ કેસ અને ગ્રામ્યના ૧૪ સહિત ૨૫ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા : લોકોમાં ફફડાટ

ઝાંઝરડા રોડ, જીઆઇડીસી, દોલતપરા, રણછોડનગર, હરિકૃષ્ણનગર, પાંદર ચોક, વણઝારી ચોક, વિસ્તારમાં કોરોના : વિસાવદર શહેર અને ગ્રામ્ય ૮ કેસ, ભેસાણમાં 2 અને માણાવદર, વંથલી અને કેશોદમાં એક-એક કેસ

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે જૂનાગઢ શહેરમાં વધુ 11 કેસ અને ગ્રામ્યના 14 કેસ મળીને જિલ્લામાં કુલ 25 કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે જૂનાગઢમાં 11 કેસ નોંધાયા છે જેમાં .ઝાંઝરડા રોડ ૨૩ વર્ષીય પુરૂષ,.જી.આઇ.ડિ.સી.૨માં ૪૩ વર્ષીય મહિલા ,.દોલતપરા વિસ્તારમાં ૨૩ વર્ષીય મહિલા ,રણછોડ નગર માં ૫૮ વર્ષીય પુરૂષ,ઝાંઝરડા રોડ પર ૭૭ વર્ષીય પુરૂષ,હરિકૃષ્ણ નગર ૨૮ વર્ષીય પુરૂષ,.શંભુનગર ૭૨ વર્ષીય મહિલા,પાદરચોક ૫૨ વર્ષીય પુરૂષ,વણઝારીચોક ૬૯ વર્ષીય મહિલા ,ઝાંઝરડા રોડ ૪૨ વર્ષીય પુરૂષ,ઝાંઝરડા રોડ ૧૭ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

 જયારે જુનાગઢ ગ્રામ્યના  માણાવદર પીપલાણા ગામે ૧ કેસ કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયો છે કેશોદમાં ૧ કેસ ,વંથલી ના વાડલા માં ૧ કોરોના કેસ,વિસાવદર શહેર અને ગ્રામ્ય ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે જયારે ભેસાણ શહેર અને તાલુકા માં  ૨ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે

કુલ જીલ્લા અને શહેર ના મળી ૨૫ કેસ કોરોના ના નોંધતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

(10:02 am IST)