Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

માળીયા મિયાણામાં સસ્તા અનાજ દુકાન પરથી ખરીદેલ અનાજના જથ્થાની પ્રિન્ટ આપવા આદેશ

મોરબી તા.૧૫ : જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પરથી ખરીદી કરવામાં આવેલ અનાજના જથ્થાની પ્રિન્ટ આપવામાં આવતી ના હોય જે અંગે ફરિયાદ બાદ માળિયા મામલતદારે બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને તમામ દુકાનદારોને અનાજના જથ્થાની પ્રિન્ટ આપવા આદેશ કર્યો છે

મળતી માહિતી મુજબ માળિયા મહિલા શકિત સંગઠન માળિયા (મી.) દ્વારા તા. ૦૪-૦૭-૧૯ ના રોજ તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પરથી ખરીદેલ અનાજના જથ્થાની પ્રિન્ટ આપવામાં આવતી નથી તેવી મામલતદારને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે માળિયા મામલતદાર સી બી નીનામાંએ તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારોને તાકીદ કરી છે કે દુકાન પરથી થતા વિતરણના જથ્થાની પ્રિન્ટ જે તે રાશનકાર્ડ ધારને આપવામાં આવે તેની તકેદારી રાખવામાં આવી છે અને જો તેમ કરવામાં કસુરવાન થશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ લેખિત આદેશમાં જણાવ્યું છે.

(12:16 pm IST)