News of Sunday, 15th July 2018

મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: ભાદ્રોડી અને બગડ નદીઓ બની તોફાની : સમગ્ર ગામમાં અંધારપટ: ભાદ્રોડનો બ્રિજ બંધ

ગામની ચણાયેલા દીવાલને પાર કરીને પાણી ગામમાં ઘુસ્યા:બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડૂબ્યું

ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે  જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે.ઓઝત-2 ડેમ ઓવરફ્લો થવાનાં કારણે બગડ નદી બે કાંઠે વહી રહી છે.બીજી તરફ ભાદ્રોડી નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. 

   બગડ ડેમનાં કારણે નિષ્ક્રિય થઇ ચુકેલી ભાદ્રોડી નદીમાં છેલ્લા 30 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી આવ્યું છે. ભાદ્રોડ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ગામના રક્ષણ માટે ચણાયેલા કોટ (દિવાલ)ને પાર કરીને પાણી ગામમાં ઘુસી ચુક્યું છે બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડુબમાં છે.

(11:17 pm IST)
  • સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે ટીડીપીને ઝટકો :શિવસેનાએ મળવા કર્યો ઇન્કાર :સંસદના ચોમાસુ સત્રમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિપક્ષી દળોને જોડાવાની પહેલ પર પાણી ફરી વળ્યું :એનસીપીએ મળવા નક્કી કર્યું પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ટીડીપી નેતાઓએ મળવા નનૈયો ભણ્યો. access_time 1:06 am IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા અમદાવાદમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સમાજ ઉત્સવ તરીકે સફળતાપૂર્વક યોજાઈ તે માટે સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો : સમગ્ર રથ યાત્રા દરમ્યાન રાજ્ય પોલીસતંત્રએ સતર્કતા અને સજ્જતાથી જે પ્રશંસનીય ફરજો અદા કરી તે માટે મુખ્યમંત્રી વિજયભાઈએ અભિનંદન પાઠવ્યા હતા. access_time 11:58 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિર્ઝાપુર પહોંચ્યા :બાણસાગર પરિયોજનાનો કરશે શુભારંભ:તેઓ જનસભા સંબોધિત પણ કરશે:આ પરિયોજનાથી અલ્હાબાદ અને મિર્ઝાપુરમાં સિંચાઈ વ્યવસ્થા સુધારશે બંને વિસ્તારના ખેડૂતોને મદદ મળશે:તેઓ એક પુલનું ઉદ્દઘાટન કરશે. access_time 12:49 pm IST