Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મોરબીના ટીંબડીમાં મોડીરાત્રે આદિવાસી યુવાન અને મહિલાએ ઝેરી દવા પીધી : બંનેના મોત

આદિવાસી યુવાન સોનલ નામની યુવતીને ગોંડલ તરફથી ભગાડીને લઇ આવ્યો હતો : લગ્ન થયા નથી

મોરબીના ટીંબડી ગામે મોડી રાત્રીના સમયે એક આદિવાસી યુવાન અને મહિલા ઝેરી દવા પી જતા બંનેના મોત નીપજ્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

 આ અંગે મળતી વિગત મુજબ મોરબીના ટીંબડી ગામે મોડી રાત્રીના સમયે મહિલા અને પુરુષ ઝેરી દવા પી ગયાના બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી જેમાં ઝેરી દવા પીને આયખું ટૂંકાવનાર દિનેશ આદિવાસી (ઊવ ૨૭) અને સોનલબેન (ઊવ ૨૨) હોવાનું જાણવા મળ્યું છે

  જોકે બંનેએ દવા ક્યાં કારણોસર પીધી તે કારણ જાણી સકાયું નથી તો પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી યુવાન સોનલ નામની યુવતીને ગોંડલ તરફથી ભગાડીને લઇ આવ્યો હોય જોકે બંનેના લગ્ન થયા છે કે નહિ તે સ્પષ્ટ થયું નથી અને બંને પ્રેમી પંખીડા હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે

(8:24 pm IST)