Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ઉનામાં NDRF ની ટીમ તૈનાત : રાજ્ય સરકાર દ્વારા 30 તાલીમબદ્ધ જવાનો સ્ટેન્ડબાય રખાયા

ભારે વરસાદમાં અસરગ્રસ્તો માટે રાહત-બચાવની કામગીરીમાં જિલ્લા વહિવટીતંત્રને સહયોગી બનશે

ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદી પાણી ભરાવાને કારણે મુશ્કેલીઓ ઉભી છે. હવામાન ખાતા દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટીતંત્ર એલર્ટ બન્યુ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે રાજય સરકાર ધ્વારા ૩૦ તાલીમબધ્ધ જવાનોની એન.ડી.આર.એફ. (NDRF)ની એક ટીમ ઉના ખાતે સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે . રાજેન્દ્રસીંધના કમાન્ડ હેઠળ ૬ બટાલીયન ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદમાં અસરગ્રસ્તો માટે રાહત-બચાવની કામગીરીમાં જિલ્લા વહિવટીતંત્રને સહયોગી બનશે.
   એન.ડી.આર.એફ. ની ટીમે આજે પ્રાંત અધિકારી મહેશ પ્રજાપતી અને ઉના મામલતદાર સાથે ઉનાના સૈયદ-રાજપરા સહિતના કાંઠાળ વિસ્તારના ગામોની મુલાકાત લઇ ભારે વરસાદની સ્થિતિમાં લોકોને કંઇ રીતે ઉપયોગી થવા સાથે લોકોને જરુરી સાવચેતી રાખવા અંગ પણ માર્ગદર્શન આપ્યુ હતુ.

(5:22 pm IST)