Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દેવભુમી જીલ્લામાં ૬ સ્થળે ઓકસીજન મળે તેવી વ્યવસ્થા

ખંભાળીયા, તા., ૧૫: દેવભુમી દ્વારકા જીલ્લામાં તાજેતરમાં  કોરોના સંક્રમણની બીજી લહેરમાં ખંભાળીયા સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઓકસીજન બોટલ તથા આ સેવા વ્યવસ્થિતના મળતા અનેક પ્રશ્નો ઉભા થયેલા હતા જે સંદર્ભમાં દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ રેવન્યુ તથા આરોગ્યની ટીમને સાથે રાખીને એન.જી.ઓ. કંપનીઓ તથા ધારાસભ્યના સહયોગથી છ સ્થળે ઓકસીજનની વ્યવસ્થા સ્થળ પરજ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા કામગીરી હાથ ધરીને જુન માસના અંત સુધીમાં જ આ કામગીરી પુર્ણ થઇ જાય તેવા પ્રયત્નો હાથ ધરતા પ્રસંશનીય બન્યા છે.  દેવભુમી દ્વારકા જીલ્લામાં ખંભાળીયાની જીલ્લાની સરકારી હોસ્પીટલમાં ઓ.એન.જી.સી. કંપનીના સહયોગથી ભાણવડમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમના આર્થીક સહયોગથી જામરાવલમાં સરકારી હોસ્પીટલમાં ટાટા કેમીકલ્સના સહયોગથી, દરકામાં બે સ્થળે ઓકસીજન વ્યવસ્થા થશે. જેમાં એક સ્થળે નાયરા કંપની તથા બીજા સ્થળે સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી વડા પ્રધાન રાહત ફંડમાંથી સવલત ઉભી થશે. દેવભુમી જીલ્લામાં આ છએ સ્થળે ઓકસીજનની સુવિધા ઉભી કરવાની કાર્યવાહી જુન માસમાં જ પુર્ણ થઇ જશે જેની કોરોના સંક્રમણની ત્રીજી લહેર જયારે આવે ત્યારે આ સવલત કોરોના જંગમાં નિર્ણાયક લડત આપશે !

(1:10 pm IST)