Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉનાના સીમ અને વાડી વિસ્તારમાં હજુ રાત્રે અંધારપટ વીજ પુરવઠો ચાલુ નહીં કરાય તો આંદોલન

વાવાઝોડા બાદ હજુ સ્થિતિ પૂર્વવત થઇ નથીઃ માલ ઢોરને પાણી આપવામાં મુશ્કેલી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧પ :.. શહેર સીમ વાડી વિસ્તાર ત્થા તાલુકાનાં વાડી વિસ્તારમાં વિજ પુરવઠો ચાલુ ન કરાતા વાડી વિસ્તારમાં રહેતા લોકો અંધારામાં જીવન જીવી રહ્યા છે. માલ ઢોરને પીવાનું પાણી આપવામાં મુશ્કેલી પડે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં જયોતિ ગ્રામ હેઠળ વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. ત્યારે સીમ-વાડી વિસ્તારને કેમ નહી પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પણ કાર્યપાલક ઇજનેરને લેખીતમાં રજૂઆત કરી છે. અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પણ સમર્થન જાહેર કરી લખેલ છે. કે વાવાઝોડાને કારણે ઉના તાલુકામાં નુકશાન ગયું છે. આજે ર૬ દિવસ વિતી ગયા હોવા છતાં તાલુકાનાં ગામડાઓનાં ખેતીવાડીમાં પોલ તુટી જવાથી વાયરો તુટી જવાથી અંધારપટ્ટમાં જીવી રહ્યા છે.

કુવામાં પાણી હોવા છતાં ઢોરને પાઇ શકતા નથી. પરિવારને પણ મુશ્કેલી પડી રહી છે.

પીજીવીસીએલએ જયોતિ ગ્રામ હેઠળ ગામોમાં વિજ પુરવઠો ચાલુ કરી દીધો છે. જયારે ખેતીવાડીનો વિજ પુરવઠો શરૂ કરવા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરતા પીજીવીસીએલ પાસે વિજ થાંભલાઓ નથી, મટીરીયલ નથી. તેથી ટૂંકા દિવસોમાં ખેતીવાડીને વિજ પુરવઠો શરૂ કરી શકાય તેમ નથી તેવો જવાબ આપે છે. ચોમાસુ નજીક છે. લોકો ખેતર સમા કરી પાકવાવી શકતા નથી ખેડૂતોના પરિવારો અંધારામાં કાળ જાળ ગરમીમાં નાના બાળકો સાચવવા મુશ્કેલ પડે છે.

ટૂંક સમયમાં ઉના શહેર સીમવાડી વિસ્તાર અને તાલુકાના વાડી વિસ્તારમાં વિજ પ્રવાહ ચાલુ કરવા કામગીરી નહી કરાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી હતી. તે ખેતીવાડી વીજ કનેકશન કાર્યરત કરવા અગ્રતા આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

(12:09 pm IST)