Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના બિલ્ડીંગની મરામત કરાવવા માંગ

મોરબી ખાતે જે લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ છે. જે કોલેજ ભારત દેશ માં સૌથી પહેલી ૧૦ કોલેજો માંહેની એક છે. આ કોલેજ બનાવવા માટે મોરબી ના મહારાજા દ્વારા પોતાનો જુનો મહેલ દાન માં આપીને કોલેજ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ હતું. આ બિલ્ડીંગ જુનું પુરાણું અને ઇતિહાસીક બિલ્ડીંગ છે.
આ કોલેજ માં અભ્યાસ કરી ને ઘણા લોકો એ પોતાની કેરિયર બનાવેલ છે. તેમજ સરકાર માં સેવા કરી ને ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ છે. ઘણા લોકો વિદેશ માં પણ ગયેલ છે. અન્ય રાજ્યો માંથી પણ ઘણા વિદ્યાર્થી ઓ એ આ કોલેજ માં અભ્યાસ કરેલ છે. અને હાલ માં પણ ઘણા વિદ્યાર્થીઓ આ કોલેજ માં અભ્યાસ કરી રહ્યા છે. આ જુનું બિલ્ડીંગ એક અભૂતપૂર્વ ઈતિહાસ ધરાવે છે. મોરબી ના મહારાજા ની દીર્ધ દ્રષ્ટી નો આ જીવતો જાગતો પુરાવો છે. અને મારા જેવા ઘણા લોકો માટે આ અમુલ્ય સંભારણું છે. યાત્રા ધામ જેવું જ પવિત્ર સ્થળ છે. મોરબી નું ગૌરવ પણ છે.
હાલ માં આ બિલ્ડીંગ જર્જરિત હાલત માં છે. અને તેનો ઉપયોગ કરવામાં આવતો નથી . હવે ના સમય માં આવું બિલ્ડીંગ બનાવવું ખુબજ કઠીન કામ છે. આવા સંજોગો વચ્ચે આને એક ઈતિહાસિક સંભારણું ગણી ને આનું રીપેરીંગ કરવા અમારી માંગણી તેમજ લાગણી છે. આ બિલ્ડીંગ ની મરામત થાય તેવું દરેક ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સની મનની ઈચ્છા છે. અને આ કામ માટે પોતાના થી થતો સહયોગ પણ આપવા ઘણા લોકો તેયાર થશે. જેથી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

(9:47 pm IST)
  • આજના દિવસનું મહત્વ દોસ્તો,ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે સિદ્ધદા ગણેશ ચતુર્થી છે. ગજાનન મહારાજને વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. મહામારીનું વિઘ્ન હરી લે તેવી આજના શુભ દિને પ્રાર્થના. access_time 4:39 pm IST

  • પૂ. ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા ના અવસાનના તદ્દન ખોટા સમાચાર સોશ્યલ મીડિયા પર કોઈ અરાજકતાવાદી તત્વોએ ફેલાવ્યા : વિખ્યાત લેખક જય વસાવડા અને શ્રી સાંઈરામ દવે એ પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમ ખાતે જાતે કરી છે ખરાઈ : પૂ. ભાઈશ્રી છે સંપૂર્ણ સ્વસ્થ access_time 12:18 am IST

  • ખેડૂત આંદોલનકારીઓ ૨૬મી મેના રોજ બ્લેક ડે ઉજવશે : સંયુક્ત કિસાન મોરચો ૨૬ મે ના રોજ 'કાળો દિવસ' તરીકે ઉજવશે, કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓ સામે ચલી રહેલ વિરોધને હવે ૬ મહિનાનો પુરા થશે access_time 3:23 pm IST