Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જામનગરમાં મોબાઈલ ફોન પર મહિલા પાસે બીભત્સ માંગણી કરતા શખ્સ સામે ગુનો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દર્શનાબેન નારણભાઈ વારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૪–ર૦ર૧ના અવાર–નવાર ભાગ્યલક્ષ્મી રેસીડેન્સી ફરીયાદી દર્શનાબેનને આરોપી મહેશભાઈ કરશનભાઈ ઘાઘરેટીયા, રે. બોટાદવાળો ફરીયાદી દર્શનાબેનના વોટસએપ પર આરોપી મહેશભાઈએ વોટસઅપ પરથી અવાર–નવાર મેસેજ તથા વોટસએપ વોઈસ પરથી અવાર–નવાર મેસેજ તથા વોટસએપ વોઈસ કોલ તથા વીડીયો કોલ કરી ગાળો આપતા હોય તેમજ મહીલાબેનની લાજ લેવાના ઈરાદે બીભત્સ માંગણી કરતા હોય તેમજ વોટસએપ વીડીયો કોલ કરી શરીરના ભાગ બતાવી ગુનો કરેલ છે.

ઝુપડામાં રાખેલ રોકડ રકમ ઉઠાવી જતો તસ્કર

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલબેન અમુભાઈ ગગજીભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–પ–ર૦ર૧ના જામનગર–કાલાવડ હાઈવે રોડ પસાયા(બેરાજા) ગામના પાટીયે ઝુપડામાં આરોપી અજાણ્યો ચોર ઈસમ (ઉ.વ.આ. ર૦ થી રપ) વાળા એ ફરીયાદી કાજલબેનના રહેણાક ઝુપડામાં રાખેલ કપડાની પેટી માંથી રોકડા રૂ.૬૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બેડી માં જુગાર રમતા પાંચ ઝડપાયા

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઘનશ્યામસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦ર૧ના બેડી થરી વિસ્તાર હોળી ફળીયુ ગઢવાળી નિશાળ પાસે, હનીફ દાઉદભાઈ માણેકના મકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે નીચે, જામનગરમાં આરોપી ગુલામ અકબર ગંઢાર, સુદામ હુશેન બંદરી, આસીફ ઈસ્માઈલ જુણેજા, અસગર ઈબ્રાહીમ બુકેરા, કાસમ અજીજ છેર, હનીફ દાઉદ માણેક, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬પ૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

કાલાવડ પોલીસ સ્ટેશનમાં મયુર મનસુખભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦ર૧ના વાવડી રોડ, જલભવન પાસે રોડ પર ફરીયાદી મયુર ને આરોપી દુષ્યંત ના ભાઈ કરન સાથે માથાકુટ થયેલ હોય તેનું સમાધાન થઈ ગયેલ હોય પરંતુ તેનો ખાર રાખી આરોપીઓ દુષ્યંત, સંજય, પપ્પુ રે. કાલાવડવાળા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી મયુર ને નોકરીએથી ઘરે જતા હોય ત્યારે રસ્તામાં ઉભો રાખી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માથાના પાછળના ભાગે માર મારી ગુનો કરેલ છે.

(2:07 pm IST)
  • 17 મે ના રોજ એક અદ્ભુત ખગોળીય ઘટના બનવાની છે. બુધ ગ્રહ, જે હંમેશાં સૂર્યમંડળમાં સૂર્યની નજીક હોય છે, તે 17 મેના રોજ, જો વાદળો વેરી ના બને તો નરી આંખે જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ સમય દરમિયાન, બુધ ક્ષિતિજ ઉપર આશરે 19 ડિગ્રી ઉપર દેખાશે. નોંધપાત્ર વાત એ છે કે સૂર્યની નજીક આવેલા આ ગ્રહને સૂર્યથી ખૂબ દૂર પહોંચવાના કારણે સોમવારે ટેલિસ્કોપ વિના પણ જોઇ શકાશે. access_time 11:35 pm IST

  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • દેશમાં ગુજરાત, તેલંગણા અને હિમાચલ ત્રણ રાજ્યોમાં જ માત્ર રાત્રિ કરફ્યુ અને નિયંત્રણો અમલમાં: બાકી સમગ્ર દેશમાં લોકડાઉન : ભારતમાં હવે માત્ર ગુજરાત, તેલંગણા અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યો એવા રહ્યા છે જ્યાં માત્ર રાત્રી કફર્યું અને કેટલાક નિયંત્રણો આ રાજ્યોમાં લાદવામાં આવ્યા છે. આ સિવાય લગભગ બધા જ રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. access_time 1:02 pm IST