Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સીંધાવદરમાંથી ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર પકડાયો

દવાના જથ્થા સાધનો સાથે વાંકાનેરના વીડી ભોજપરાના મહમદ હુશ્ન હાજીભાઇ પરાશરાને એસઓજીએ ઝડપી લીધો

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે કે. જી. એન. પ્લાઝા ચેમ્બર્સમાં રોયલ પ્રાયમરી હેલ્થ સેન્ટર નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. (સ્પેશિઅલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

 મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પ્રાયમરી હેલ્થ સેન્ટર સીંધાવદરના તબીબી અધિકારી ડો. ધવલભાઇ નવિનભાઇ રાઠોડને સાથે રાખી વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે કે. જી. એન. પ્લાઝા ચેમ્બર્સમાં રોયલ પ્રાયમરી હેલ્થ સેન્ટર નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડિગ્રી વગર આરોપી મહમદ હુશન હાજીભાઇ પરાસરા (ઉ.વ. 70, રહે. વીડી ભોજપરા, તા. વાંકાનેર) મેડીકલ પ્રેકટીશ કરતા હોવાનું ખુલ્યું હતું. તેથી, દવાખાનામાં રાખેલો દવાનો જથ્થો તથા સાધનો (કી.રૂ. 53,478)નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

(7:03 pm IST)