Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસ નું હબ બન્યું મૂળી નું આસુન્દ્રાળી ગામ : મૂળી ના આસુન્દ્રાળી ગામની સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

આ અગાઉ પણ મુળીના આસુન્દ્રાળી ગામ માં બે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાયા હતા

વઢવાણ :  સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોરોનાવાયરસ ની પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલ આસુન્દ્રાળી  ગામમાં  ભાવનાબેન નામના સગર્ભા મહિલા  નો કોરોના રિપોર્ટ પોઝિટિવ  આવતા સમગ્ર જિલ્લામાં  ચિંતાની લાગણી ફેલાઇ છે. 

ત્યારે જિલ્લામાં ફરીથી કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે જેમાં ત્રણ તો માત્ર  આસુન્દ્રાળી  ગામમાં છે ત્યારે હાલમાં આવનાર કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ના દર્દી ને સારવાર અર્થે જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.

(6:41 pm IST)