Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જુનાગઢ સાબલપુર વિસ્તારમાંથી ૧૬૦ લીટર દેશી દારૂ પકડાયો

એક શખ્સ ઝડપાયો : રૂ. ૧.૩ લાખનો મુદામાલ જપ્ત કરતી તાલુકા પોલીસ

જુનાગઢ,તા.૧૫ : જુનાગઢ સાબલપુર બસ સ્ટેન્ડ પાસે ઓટો રિક્ષામાં દેશી દારૂની હેરફેરી કરતા ૧ શખ્સને ઝડપી રૂ. ૧,૦૩,૨૦૦નો મુદામાલ કબ્જે કરી તાલુકા  પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક  મનીંદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક ે સૌરભ સિંધના સીધા માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર દેશમા ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જે લોકડાઉન દરમ્યાન દારૂ/જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃતી કરતા ઇસમો મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં અવેલ હોય જે અનુશંધાને જુનાગઢ નાયબ પોલીસ અધીક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન તેમજ જુનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ.  વિ.યુ.સોલંકીની સુચનાથી આજરોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પ્રવૃતી કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સારૂ પેટ્રોલીંગમાં  હતો દરમ્યાન એ.એસ.આઇ.  વિ.એલ. પાતરનાઓને મળેલ માહીતી આધારે સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ લીટર-૧૬૦ કિ.રૂ. ૩ર૦૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૦૩,ર૦૦/- ના દેશી દારૂનો જથ્થો પકડી પાડી આ અંગે પ્રોહીબીશનધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ.

આ કામગીરીમાં પો જૂનાગઢ તાલુકા પો.સ્ટે. પોલીસ સબ ઇન્સપેકટર  વિ.યુ.સોલંકી તથા એ.એસ.આઇ. વિ.એલ.પાતર તથા પો.કોન્સ. નરેન્દ્રચભાઇ નારણભાઇ તથા પો.કોન્સ, કરણભાઇ જગુભાઇવિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:16 pm IST)