Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ટેસ્ટમાં વધારોઃ એક જ દિવસમાં જુનાગઢનો ૧૦૦ સહિત ૧૯૦ સેમ્પલ લેવાયા - પેન્ડીંગ

અગાઉના આઠ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ

 જુનાગઢ તા. ૧પઃ જુનાગઢ જિલ્લામાં ટેસ્ટમાં વધારો કરી એકજ દિવસમાં જુનાગઢનાં ૧૦૦ સહિત ૧૯૦ સેમ્પલ લઇ ભાવનગર લેબોરેટરીને મોકલવામાં આવ્યા છે.

જુનાગઢમાં એક, ભેસાણમાં બે અને માંગરોળમાં એક કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ તંત્રએ જિ. જુનાગઢ શહેર-જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી વધુ સઘન બનાવવાની સાથે સેમ્પલ લેવાનું વધુ ઝડપી બનાવ્યું છે.

જુનાગઢ જિલ્લામાં ગુરૂવારે એક જ દિવસમાં ૧૯૦ સેમ્પલ લેવામાં આવેલ જેમાં સૌથી વધુ ૧૦૦ સેમ્પલ જુનાગઢનાં છે. જયારે જુનાગઢ ગ્રામ્યાનાં ૧૦, વંથલી-૬, ભેસાણ-૮, વિસાવદર-૧ર, માણાવદર-બે, માળીયા-ર૦, મેંદરડા-૧ર, માંગરોળ-૧૦ અને કેશોદના ૧૦ સેમ્પલનો સમાવેશ થાય છે.

આમ જુનાગઢ જિલ્લાનાં તમામે તમામ ૯ તાલુકા અને જુનાગઢ શહેરનાં ૧૯૦ સેમ્પલ ભાવનગર ખાતેની લેબોરેટરીના પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે જેનાં રિપોર્ટ આજે આવવાની શકયતા છે.

અગાઉનાં આઠ સેમ્પલનાં રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહત અનુભવી છે.

જુનાગઢ જિલ્લામાં હાલ ૧પ,૮ર૬ લોકો કવોરેન્ટાઇન હેઠળ છે જેમાં ૭૦૧૧ સ્ત્રી અને ૮૮રપ પુરૂષનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ ૧૧પ૧ લોકોનાં ટેસ્ટ કરાયા છે જેમાંથી ગઇકાલ સાંજ સુધીમાં ૯પ૭ લોકોનાં સેમ્પલનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જયારે ૧૯૦ સેમ્પલનાં રિપોર્ટ પેન્ડીંગ છે.

(11:52 am IST)