Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉપલેટાના ઇસરા ગામે ગૌચરની જમીન સળગાવ્યા બાદ બોલાચાલી પિતા-પુત્ર પર હૂમલોઃ આઠ સામે ફરિયાદઃ ઇજાગ્રસ્તોને ઉપલેટા બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડયા

 ઉપલેટા તા. ૧પ :.. ઉપલેટાથી ૭ કિ. મી. દુર ઇસરાથી નિલાખા ગામની સીમમાં વેણુ નદીના કાંઠે ગૌચરની જમીન આવેલ છે. તે જમીનમાં આગ લગાડી સળગાવ્યા બાદ સેઢા પાડોશીની જમીનમાં નુકસાન થવાના ભયે સામાન્ય બોલચાલી બાદ ઝગડો થતા પિતા-પુત્ર ઉપર હૂમલો ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડયા અને આઠ વ્યકિત સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત મુજબ ઉપલેટા તાલુકાના ઇસરા ગામે વણકર વાસમાં રહેતા રાણાભાઇ બધાભાઇ કટારા, તથા તેમનો પુત્ર ભીખાભાઇ રાણાભાઇ કટારાએ પોતાની ફરીયાદમાં જણાવલ છે કે ઇસરા ગામના જ  વતની કરશન જગમાલ ભીંભા, બ્રિજેશ કરશન ભીંભા, કેતન કરશન ભીંભા, મેણસી અરસી ભીંભા, અજય હમીર ભીંભા, વિજય હમીર ભીંભા, હીરેન હરદાસ ભીંભા, મીલન હરદાસ ભીંભા એ ગત તારીખ ૧૩ ના રોજ બપોરે નદીના કાંઠે આવેલ ગૌચરની જમીનમાં આગ ચાંપી હતી તેથી બાજુના સેઢા પાડોશી રાણાભાઇન ખેતરમાં નુકસાન થવાની ભીતિથી સામાન્ય બોલાચાલી બાદ ઝગડો થયેલ હતો.

ત્યારે ઉપરોકત આરોપીઓએ એક સંપ કરી ધારીયા, પાઇપ સહિતના ઘાતક હથીયારો દ્વારા રાબારી પિતા-પુત્ર પર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાઇ છે.

બન્ન ઇજાગ્રસ્તો પ્રથમ ઉપલેટાની હોસ્પીટલમાં સારવારમાં આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જયારે આ અંગે ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પી. આઇ. લગારીયા ચલાવી રહ્યા છે.

(11:52 am IST)