Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોરબંદરમાં ઓનલાઇન એજયુકેશન મેળવતા સરકારી પોલીટેકનીકના ૯૦૦ વિદ્યાર્થીઓ

પોરબંદર તા.૧૫ : સરકારી પોલીટેકનીકના ૯૦૦ વિદ્યાર્થીઓ ઘર બેસીને ઓનલાઇન એજયુકેશન મેળવી રહ્યા છે. સરકારી પોલીટેકનીક પોરબંદરના આચાર્ય એમ.બી. કાલરીયાએ કહ્યુ કે, લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે. પોલીટેકનિક કોલેજમા આવેલી ડીપ્લોમાં સીવિલ ઇજનેરીના વિવિધ વિષયો જેવા કે એડવાન્સ સર્વે, બિલ્ડીંગ ડ્રોઇગ, વોટર રીશોર્સ ઈજનેરી, વગેરે જેવા અદ્યરા  વિષયો ઞ્ંંશ્રિંફૂ ૃફૂફૂદ્દ ર્ીષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂીદ્દજ્ઞ્ંઁ  ના માધ્યમ થી સીવિલ વિભાગના વડા ડો.કુકડીયા અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન રહિને શિક્ષણ આપી રહયા છે. કોમ્પ્યુટર, મીકેનીકલ,ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ સહિતના  વિભાગોમાં  ૯૦૦ જેટલા વિધાર્થીઓ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન એજયુકેશનનો લાભ મેળવી રહયા છે.

સીવિલના વિધાર્થી પ્રતાપ પરમારે કહ્યુ કે, દરરોજ બે લેકચરમાં હું હાજરી આપુ છું. દ્યર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું.

વિધાર્થી ધ્રુવીન ભરાણીયાએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર બાદ પણ કોઇ મુંજવણ હોય તો સર ટેલીફોનિક વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવે છે. અમે કોલેજ જઇ શકતા નથી, છતાપણ અમારો અભ્યાસ ક્રમ ચાલુ છે. અને ઓનલાઇન માર્ગદર્શન મળતુ રહે છે. 

     અધ્યાપક ડો.વિજયભાઇ કુકડીયાએ કહ્યુ કે, કોરોના મહામારી દરમિયાન સિવિલ વિભાગ સહિત કોલેજના તમામ અધ્યાપકો વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવાની સાથે વિધાર્થીઓને વર્તમાન વિષયો સાથે સંપર્ક રાખવા ઉપરાંત  હકારાત્મક  અભિગમ રાખીને આવનારા ભવિષ્ય માટે નિરાશા વગર આગળ વધવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગનાં અધ્યાપક સાગરભાઇ રામાણીએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર લેવાની સાથે વિધાર્થીઓ લોકડાઉનનું પાલન કરે તેની સમજ આપવામાં આવે છે. સાથે સાથે એડમોડો સાઇટ પરથી કિવઝ લેવામાં આવે છે. યુ ટ્યુબના માધ્યમથી વિધાર્થીઓ પ્રેકટિકલ જ્ઞાન મેળવે છે.

આમ કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાઇ તે માટે સરકાર અને લોકો આપસમાં એક થઇને કોવિડ-૧૯ને હરાવવા માટે કાર્યરત છે ત્યારે વિધાર્થીઓ પણ દ્યરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવીને કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી રાખીને કોરોના વોરીયર્સ બન્યા છે

(11:50 am IST)