Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જુનાગઢઃ આરોગ્ય કર્મીના આપઘાત અંગે સ્યુસાઇડ નોટના આધારે તપાસ

વ્યાજખોરોના ત્રાસથી આત્મઘાતી પગલુ ભર્યું

જુનાગઢ તા.૧પ : જુનાગઢના જોષીપરામાં રહેતા આરોગ્ય કર્મી. રાજેશભાઇ પોપટભાઇ સરધારા (ઉ.૪૭) ના આપઘાત પ્રકરણમાં પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ આગળ ધપાવી છે.

જુનાગઢ નજીકના વડાલ સ્થિત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હેઠળના ચોકી ગામના મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની ફરજ બજાવતા રાજેશ સરધારાએ ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયા તેનું મૃત્યુ નિપજયું હતું.

મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી જેમાં તેમણે અલગ-અલગ જગ્યાએ તેમજ શહેરોમાં જમીનના પ્લોટ, મકાનમાં રોકાણ કર્યું હોવાનું જણાવેલ જેના માટે કેટલાંક લોકોના નામ સાથે લાખોની લેતી-દેતી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જે લોકો હાલ મુળ રકમ અને વ્યાજની રકમ માટે વારંવાર ફોન કરીને દબાણ કરી રહ્યા હતા આ લોકોના ત્રાસથી આત્મઘાતી પગલું ભરી હોવાનું બહાર આવેલ છે.

મૃતક નોકરીની સાથે કન્સ્ટ્રકશનનો પણ વ્યવસાય કરતા હતા જયારે તેમના પત્ની સીવીલ હોસ્પીટલમાં ફરજ બજાવે છે.પોલીસે આરોગ્ય કર્મીના આપઘાત પાછળનૂં કારણ જણાવેલ હતું બી ડીવીઝનના પીએસઆઇ વી.કે. ડાકોરએ સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)