Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સાવરકુંડલા પંથકમાં BSNL નેટવર્ક કાયમી ધાંધીયા કેમ?

પાલીકા સદસ્ય દ્વારા સાંસદ કાછડીયાને રજુઆત

સાવરકુંડલા,તા.૧૫: સાવરકુંડલા શહેરી વિસ્તારમાં BSNL નેટવર્ક અંદાજીત ૨૦૦૦૦ જેટલા ગ્રાહકો મોબાઇલ વાપરે છે.હાલમાં કોરોના ની મહામારી માં લોકડાઉન હોય લોકો ઘેરે હોય તેઓને મોબાઇલ માં વાતચીત કરવી હોય.

ત્યારે BSNLનુ નેટવર્ક ન હોય જેથી લોકો ખુબજ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ જણાવ્યું છે કે, મોબાઇલ માં કવરેજ ચાલતા મુકી દેય છે અને કયારે આવે તે પણ નક્કી હોતુ નથી અને નેટવર્ક કવરેજ હોય તો પણ સામે વાળા નો તેમજ આપણો અવાજ પણ કપાય છે તેથી લોકોના અગત્યના તેમજ વ્યવહારિક કામો માટે અગત્યના ફોન આવતા હોય છે તે અટકીને ઉભા રહે છે.

BSNL કંપની એ મોબાઇલ નેટવર્ક માં ૪G કર્યુ છે તે પણ કામ આપતુ નથી ધીમુ નેટ ચાલવા થી ગ્રાહકો ત્રાસી ગયા છે બીજી કંપનીઓ ના કવરેજ ટનાટન હોય છે તો પછી BSNL ને કયુ ગ્રહણ નડે છે..?

સ્થાનિક ઓફિસ માંથી વ્યવસ્થિત રીતે ગ્રાહકોની રજુઆતો સાંભળે છે પણ આ પ્રશ્ન ઉપર લેવલ નો હોય જેથી સાવરકુંડલા શહેરી વિસ્તારમાં BSNLનેટવર્ક નો કાયમી ઉકેલ લાવવા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ને નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ રજુઆત કરેલ છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:44 am IST)