Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

હળવદના નવા વેગડાવાવ ગામે શેઢા બાબતે બે ભાઇઓના પરિવાર વચ્‍ચે મારામારી

હળવદ,તા.૧૪: હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા રવજીભાઇ ઠાકરશીભાઈ કણજારીયા (ઉમર ૩૭) ને તેના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા તેના ભાઇ ઘનશ્‍યામભાઈ ઠાકરશીભાઈ દલવાડી સાથે બોલાચાલી થઈ હતી અને શેઢો તોડવા બાબતે કહેતા ઘનશ્‍યામભાઈ ઉશ્‍કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપીને ધક્કો મારીને પાડી દીધા હતા. ત્‍યારબાદ ફરિયાદીને પાવડા વડે માર માર્યો હતો તે ઉપરાંત તેની સાથે રહેલ તેના પત્‍ની વસંતબેન અને વિપુલને પણ પાવડા થી માર માર્યો હતો. જેથી કરીને હાલમાં તેઓએ ઘનશ્‍યામભાઈ ઠાકરશીભાઈ દલવાડી, ચંદ્રેશભાઇ ઘનશ્‍યામભાઈ દલવાડી અને રંજનબેન ઘનશ્‍યામભાઈ દલવાડી ની સામે ફરિયાદ નોંધાવેલ છે.

તો સામા પક્ષેથી ઘનશ્‍યામભાઈ ઠાકરશીભાઈ કણજારીયા (ઉંમર ૪૬)એ રવજીભાઈ ઠાકરશીભાઈ દલવાડી, હિતેશ રવજીભાઈ દલવાડી અને વસંતબેન રવજીભાઈ દલવાડીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યું છે કે આરોપીઓએ તેમની વાડીનો પાળો તોડી નાખ્‍યો હતો જેથી તે બાબતે તેને કહેતા તેઓ ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળો આપીને લોખંડના સળીયા વડે તેને માર માર્યો હતો તેમજ ચંદ્રેશને પણ આરોપીઓએ લોખંડના સળીયા વડે માર મારી ઇજા કરી હતી અને રંજનબેનને પણ મુંઢ ઇજાઓ કરી હતી જેથી કરીને હાલમાં પોલીસે આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)