Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બ્રહ્મસેના ગુજરાત દ્વારા

જુનાગઢ ગીરસોમનાથ જિલ્લાના વિધવા બહેનોને રાશનકિટ વિતરણ કરાયું

જુનાગઢ તા. ૧પ : કોરોના વાયરસે વિશ્વમાં ભરડો લીધો છે ત્યારે જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા સમસ્ત બ્રહ્મસમાજના ગંગાસ્વરૂપ વિધવા માતા બહેનોને જરૂરીયાતનો ખ્યાલ રાખી ઓનલાઇન અરજી મેળવી સર્વે કરી બ્રહ્મસેના ગુજરાતના ભાવેશ રાજયગુરૂના સીધા માર્ગદર્શન હેઠળ બન્ને જિલ્લામાં આજે કીટ વિતરણનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

સેવા કાર્યમાં બ્રહ્મસમાજના આગેવાનો/વડીલોનો પૂર્ણ સહયોગ આશિર્વાદ અમોને મળી રહેલ તે બદલ સર્વેનો આભાર માનવામાં આવેલ.

આ તકે બ્રહ્મસેના ગુજરાતના જુનાગઢના કૌશિક રાજયગુરૂ, રાજુપંડયા, પંકજ ભટ્ટ, રાજેશ ઠાકર, એમ.જી.ભટ્ટ, કિરણ મહેતા દેવાંગ ત્રિવેદી અને કેતન મહેતા દ્વારા સંકલન સાધી કીટ વિતરણ કાર્યક્રમ પુરા ખંત-ઉત્સાહથી સંપન્ન કરેલ.

કોરોના વાયરસ પૃથ્વી પરથી જલ્દી ખત્મ થાય તેવી પ્રાર્થના સાથે બ્રહ્મસેના (ગુજરાત)ના કમીટી મેમ્બર રવિભાઇ ઠાકરે યાદીથી જણાવેલ છે.

(10:54 am IST)