Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ધોમધખતા તાપમાં ફરી વધારોઃ સુરેન્દ્રનગરમાં ૪૪,રાજકોટમાં ૪૩ ડીગ્રી મહતમ તાપમાન

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગઇકાલે એક દિવસ ગરમીમાં સામાન્ય રાહત રહયા બાદ આજે ગરમીનો પારો ફરી ઉંચકાયો હતો. આજે રાજયમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરનું ૪૪.૦ ડીગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન ૪૩.૦ ડીગ્રી નોંધાયું હતું.

જયારે અમદાવાદ ૪ર.૯, અમરેલી ૪ર.ર, વલ્લભ વિદ્યાનગર, ન્યુ કંડલા, ડીસામાં ૪ર.૦ ડીગ્રી, વડોદરા ૪૧.૦, ભુજ ૪૦.૦, ભાવનગર ૩૯.૮, મહુવા ૩૬.૪, વેરાવળ ૩૩.૪, દ્વારકા ૩૩.૬, ઓખા ૩૩.૧ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(7:58 pm IST)