Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વિશ્વની પ્રથમ ગ્રાફોલોજિસ્ટ મહિલા ડો કૌશલ્યા દેસાઇને મળ્યુ ગુગલ સાઇટ પર પ્રથમ સ્થાન

ભાવનગર તા ૧૫ :  ગફોલોજી ક્ષેત્રમાં છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત અને અનુભવ સિધ્ધીઓ ના ખાધારે વિશ્વની પ્રથમ ગ્રાફોલોજી મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કરનાર ભાવનગરના ડો. કોૈશલ્યા દેસાઇ કે જેમણે ગ્રાફોલોજી વિષ્યો પર અનેક પ્રકારનાપુસ્તકો લખ્યા છે તેમજ સચોટ માર્ગદર્શન અને હસ્તાક્ષર વિશ્લેષ્ણની અદભુત કળા થકી અનેરી નામના અને એવોર્ડસ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત મહર્ષિ વેદ વ્યાસ એકેડમી દ્વારા જુન ૨૦૧૬ માં ગ્રાફોલોજી વિષ્યમાં સંશોભન માટે પી.એચ.ડી. ની ડીગ્રી એનાયત કરવામાં આમવી હતી અને વિશ્વની પ્રથમ ગ્રાફોલોજિસ્ટ મહિલા જાહેર કરવામાં આવ્યા હતા. જેમણે આજ દિન સુધીમાં અનેક એવોર્ડ ની સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ  ઓફ ઇન્ડીયા ગોલ્ડ મેડલ મેળ્વ્યો છે ત્યારે તેમની આ સિધ્ધી હવે ગુગલ પર પણ છવાય છે. જેમાં ગુગલની સાઇટ પર પીએચડી ઇન ગ્રાફલઇલોજી સર્ત કરતા સૌપ્રથમ નામ ડો કૌશલ્યા દેસાઇનું આવે છે. ૫૩૧૦૦ જેટલા પરિણામો માં પ્રથમ સ્થાને  છે. જે બાબત કલા સંસ્કાર અને સંસ્કૃતિની નગરી ભાવનગર માટે ગૌરવની બાબત છે. (૩.૩)

 

 

(12:35 pm IST)