Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન કરનાર કોન્ટ્રાકટ કર્મચારીઓની પગારવધારાની માંગ

મોરબી, તા.૧૫:મોરબીમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ છેલ્લા સપ્તાહથી હડતાલ પર ઉતર્યા છે મહેનતાણું વધારવાની માંગ સાથે હડતાલ કરી રહેલા કર્મચારીઓએ આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મોરબીમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન કરતા કર્મચારીઓએ  જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે કર્મચારીઓ ૭ વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને શાંતિ કોર્પોરેશનને કોન્ટ્રાકટ આપેલ જેને અડધા માણસોને કામે રાખ્યા હતા જે કોન્ટ્રાકટ કોઈ કારણોસર રદ થતા મોરબી પાલિકાએ તમામ કર્મચારીને પરત બોલાવ્યા હતા અને ૧૧ મહિનાનો કરાર કર્યો છે અને હાલ નગરપાલિકા ૨૩૦ રૂપિયા રોજ ચુકવે છે પરંતુ કર્મચારીઓની માંગણી છે કે તેણે ૩૦૫ રૂ. રોજ ચૂકવાય. મોરબી નગરપાલિકાના અન્ય ખાતા જેવા કે પવડી વિભાગ, ગેરેજ વિભાગ, ભૂગર્ભ અને રોશની વિભાગમાં કોન્ટ્રાકટ થયા નથી અને ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનમાં જ કેમ કોન્ટ્રાકટ પર કામે રાખે છે જેથી કર્મચારીઓને ૩૦૫ રૂપિયા રોજ કરી આપવાની માંગ કરી છે.

 કોન્ટ્રાકટને બદલે પાલિકા હસ્તક તેમણે કામે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ગત તા. ૦૭ થી હડતાલ પર ઉતર્યા છે અને આજે જીલ્લા અધિક કલેકટરને આવેદન પાઠવી માંગ કરવામાં આવી છે.

(12:10 pm IST)