Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોરબી પાસે કારખાનામાં જુગાર રમતા પ શખ્સોઃ એલસીબીનો દરોડો

જુના બસ સ્ટેન્ડ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો રસીદ પકડાયો

કારખાનામાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી તા. ૧પઃ મોરબી એલ.સી.બી. ટીમે વાંકાનેર હાઇવે પરથી કારખાનામાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડયા હતા મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ક્રિકેટ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી ઇન્ચાર્જ પોલીસ વડા મોરબી અક્ષયરાજ મકવાણાની સુચના હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એલ.સી.બી. ટીમના ધર્મેન્દ્રસિંહ જાડેજાને મોરબી વાંકાનેર નેશનલ હાઇવેર ોડ બંધુનગર ઇટાલીકા કારખાના પાસે સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ વૈશાલી રોડ લાઇન્સમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા હેમરાજભાઇ રતીલાલભાઇ ચાવડા રહે. મકનસર મુળ-હળમતીયા, સુદામ દેવીદાસ ઠાકુર રહે. મોહાડી તા.જી. ધુલીયા (મહારાષ્ટ્ર), અનિલ ભાનુદાસ બોરસે રહે. મોહાડી તા.જી. ધુલીયા, રાજેશભાઇ સુભાષભાઇ પાટીલ રહે. મોહાડી તા.જી. ધુલીયા, કાંતીલાલ માનસીંગભાઇ પવાર રહે. હિવરખેડા જી. જલગાંવ (મહારાષ્ટ્ર) વાળાને રોકડા રૂ. પ૦,૮૯૦/- તથા સાથે ઝડપી પાડયા હતા.

તેમજ એલ.સી.બી. ટીમના સંજયભાઇ મૈયાડને મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની ખાનગી બાતમીના મળતા દરોડો પાડી જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગેબનશાહ પીરની દરાહ નજીક મારૂતિ પાન પાસે આઇ.પી.એલ. મેચ પર સટ્ટો રમતો રસીદ જુમાભાઇ ચૌહાણ રહે-સીપાઇવાસ વાળાને રોકડ રકમ રૂ. ર૮૦૦ તથા મોબાઇલ નંગ-ર કીંમત રૂ. ૧પ૦૦ના મળીને કુલ મુદામાલ રૂ. ૪૩૦૦ સાથે ઝડપી પાડયો હતો તો તે ફોન પર આરીફ મુસ્તાક રાઠોડ રહે-વાવડી રોડ મૂળ-હળવદ અને આરીફબાપુ રહે.મોરબી વાળાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(12:09 pm IST)