Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વેરાવળમાં પાંચ લાખના થેલાની ઉઠાંતરી

હસનાવદર ગામે મારામારીમાં ચેઇનની લુંટ

વેરાવળ, તા. ૧પ : ધમધમતા ટાવર ચોક વિસ્તાર અને ટાવર પોલીસ ચોકી સામે આવેલ નમસ્કાર કપડાના શો રૂમમાં રાત્રે ૭ થી ૮ વાગ્યા અરસામાં એક બાળક સાથે બે મહીલાઓ પ્રવેશ કરી વેપારી સાથે કપડા બતાવવા ગયેલ હતાં તે દરમ્યાન કોઇપણ વખતે આ બે મહિલાઓ ખાનામાં પડેલા રોકડા રૂ. પ લાખનો થેલો નજર ચૂકવીને ઉઠાંતરી કરી ગયેલ હોય જેથી વેપારીને બન્ને મહીલાઓ ગયા બાદ ખાના જોતા થેલો ગાયબ થયેલ હતો. જેથી તાત્કાલીક પોલીસ જાણ કરતા પોલીસની તમામ બ્રાંચો ચારે બાજુ નાકાબંધી કરેલ છે. પ્રાથમિક તપાસ આ બે મહિલાઓ માંગવા આવતી મહિલાઓ હોય તેવું જાણવા મળેલ છે. આ બનાવ બનતા પોલીસે તપાસ ચાલુ કરેલ છે.

વેરાવળના હસનાવદર ગામે રહેતા જાવીદભાઇ મામદાભાઇ દલને તેજ ગામમાં રહેતા હરેરામ પુજાભાઇ ધોળીયા, કરશન પુજાભાઇ ધોળીયા, રાજેશભાઇ પુજાભાઇ ધોળીયા, પરસોતમભાઇ પુજાભાઇ ધોળીયા , સોમાભાઇ પુજાભાઇ ધોળીયા અગાઉના મનદુઃખના કારણે જાવીદભાઇ મામદભાઇ દલની વાડીએ આવી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કિ. રૂ. ૪૮૦૦૦ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રભાસપાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

સામાક્ષપે હરેરામ પુજાભાઇ ધોળીયાએ ફરીયાદ નોંધાવેલ છે કે શોએબ મહમદ દલ, જાવીદ મહમદ દલ સામે અગાઉ એટ્રોસીટીની ફરીયાદ કરેલ છે જે કેસ પાછો ખેંચી લેવા બાબતે આરોપીઓએ ગાળો બોલી મુઢમાર મારી હડધુત કરતા પોલીસે બન્નેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

નવાગામે પણ ઝઘડો

સુત્રાપાડાના નવાગામે રહેતા ખેડૂત લાલાભાઇ હમીરભાઇ બામણીયા પોતાના ખતરમાં વાવેલા અડદનું રખોપું કરવા માટે ખેતરે ગયેલ ત્યારે મોહન મસરી ગોહીલ તથા તેનો મોટો ભાઇ તેમજ તેની સાથે નારણ ગોહી, પટુ પરબત, નગા નારણ છાત્રોડીયા સહિતના એકસંપ કરી ખેતરમાં સુતેલા લાલજીભાઇને કહેલ કે તુ અમારી વિરૂદ્ધ અરજીઓ કેમ કરે છે અને ખેતરમાં કેમ લઆવે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપીઅપમાનીત કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાઓ સાથે સારવારમાં ખસેડલ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

(12:09 pm IST)