Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

જુનાગઢ જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષકોની તરફેણમાં હાઇકોર્ટનો હુકમ

૧૯૮૭ થી ૯૪ દરમિયાન નિવૃત થયેલા શિક્ષકોના કેસમાં

જુનાગઢ તા.૧પઃ જૂનાગઢ જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યાદી જણાવે છે કે, તા.૧-૧૬-૮૭ થી તા.૩૧-૭-૧૯૯૪ સુધીમાં નિવૃત થયા હોય તેઓ માટે નામ. હાઇકોર્ટમાં કર્ન્ટેમ ઓફ ધી કોર્ટ કરેલી કે તેમાં જણાવેલ કે ૮૭ થી ૯૪માં જે શિક્ષક ભાઇઓને ત્રણ ઉચ્ચતર મળેલા તેવા તમામ શિક્ષક ભાઇ-બહેનોને ૧૦ ટકા વ્યાજ મળવું જોઇએ. તા.૩૧-૧-ર૦૧૩નો ચુકાદોઆવેલ હોવા છતાં આજ દિન સુધી વ્યાજ ચુકવવામાં આવેલ ન હતું.

વ્યાજ મેળવવા માટે નામ. હાઇકોર્ટમાં કર્ન્ટેમ ઓફ ધી કોર્ટ કરેલી. તેમનો નામ. હાઇકોર્ટનો ચુકાદો તા.ર૪-૪-ર૦૧૮ના રોજ આવેલો કે તમામ ૮૭ થી ૯૪માં નિવૃત થયેલા શિક્ષકોને ત્રણ ઉચ્ચતર મળેલા હોય તેઓને ૧૦ ટકા વ્યાજ આપવું તેવો ચુકાદો આવતા નિવૃત શિક્ષકોના આનંદ, ઉત્સાહ પ્રસરી ગયેલ. આમના ચુકાદા માટે નિવૃત શિક્ષક સંઘના પ્રમુખ જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત લઇ ટુંક સમયમાં જ જેમ બને તેમ ઝડપથી ચુકાદાનો અમલ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.

નિવૃત શિક્ષકોનું સન્માન

આગામી તા.ર૯ના રોજ જુનાગઢ જિલ્લાના તા.૧ નવે-૧૬થી ૩૧ ઓકટોબર-૧૭ દરમિયાન નિવૃત થયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જે શિક્ષકોએ ૮૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓનું સન્માન કરવામાં આવશે.

જુનાગઢ જિલ્લામાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા શિક્ષકોને ઉપસ્થિત રહેવા જુનાગઢ જિલ્લા પ્રાથમિક સંઘની યાદીમાં જણાવાયું છે.

(12:06 pm IST)