Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સાણથલીના વિદ્યાર્થીઓને વિમાન અને મેટ્રોટ્રેનની મુસાફરી કરાવાઇ

સાણથલી તા. ૪ : આરૂણી શૈક્ષણિક સંકુલ - સાણથલી દ્વારા સર્વક્ષેત્રે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એરોપ્લેનની અને ટ્રેનની આનંદદાયક મુસાફરી કરાવામાં આવી હતી. આ મુસાફરીમાં વિમાન દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી બાળકોને લઇ જવામાં આવ્યા હતા, ત્યાં સંસ્થા દ્વારા ત્રણ દિવસ રોકાણ તેમજ દિલ્હીનો ભવ્ય ઐતિહાસિક લાલ કિલ્લો, કુતુબમિનાર તેમજ સંસદભવન અને શહીદ સ્મારક ઇન્ડીયા ગેટનું દર્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ બાળકોને આધુનિક યુગમાં ટેકનોલોજીનો સાક્ષાત અનુભવ થાય એવી અતિ ઝડપે દોડતી મેટ્રો ટ્રેનની સફર કરાવવામાં આવી હતી.

(12:05 pm IST)