Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વેરાવળ કોડીનાર સિમેન્ટ અને સોડા એશ સેકટર દ્વારા સ્વચ્છતા અભિયાન

 કોડીનાર : વેરાવળ કોડીનાર સિમેન્ટ સેકટર અને સોડા એશ સેકટર દ્વારા અંબુજા સિમેન્ટ લિમિટેડ ના પીસી જૈન કલબ હાઉસ માં અંબુજા સિમેન્ટ લિમિટેડ ખાન વિભાગ ના કર્મચારી, જિ એચસી એલ લિમિટેડ ના ખાનના કર્મચારી, સિધ્ધિ સિમેન્ટ, ડીસી ડબલ્યું, પ્રાસલિ ચુના પથ્થર ખાન શ્રી સિદીકભાઇ લીલીભાઇ ખાંટી, આર જે ત્રિવેદી એન્ડ સન્સ, લુમ્બા ચુનાપથ્થર ખાન ના લક્ષ્મણ ભાઇ જીવાભાઇ મોરી, અંબુજાનગર યુનિયન ના પ્રેસિડેન્ટ શ્રી બાબુભાઇ બારડ, સચિવ શ્રી બાબુભાઇ સોલંકી, શ્રી બીટી જેઠવા સાથે પખવાડીયુ નું દિપ પ્રાગટય પ્રારંભ કરાયો છે. નગર ખાન વિભાગ ના સિનિયર વીપી અને માઇન્સ ના પ્રમુખ શ્રી અરુણકુમાર શર્મા, જીએચ સી એલ લિમિટેડ ના ખાન ના પ્રમુખ શ્રી મનીષકુમાર યાદવ, અંબુજાનગર માઇન્સ ના જનરલ મેનેજર શ્રી અખિલેશ સીંગ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી દલસુખ ભાઇ વઘાસીયા, સ્વચ્છતા પખવાડીનું શરૂઆત સ્વચ્છતા શપથ સાથે શરૂઆત કરેલી છે. ખાન વિસ્તાર માં સાફસફાઇ બાબત અને સંપૂર્ણ ગામ ઓૈડી અફ (ઓપન ડિફિકેશન ફ્રી) કરવા બાબત ચર્ચા કરીને આગામી પંદર દિવસ સ્વચ્છતા પખવાડીયું નું સફળતા પુર્વક સંચાલન કરવા પ્રેરણા આપેલી હતી. તે પ્રસંની તસ્વીર.

(11:53 am IST)