Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

જામનગરમાં મોટી બહેન સાથે લગ્ન પ્રસંગે 'ચણીયા ચોલી' પહેરવા બાબતે ઝઘડો થતા કાજલે ફાંસો ખાધો

જામનગર, તા.૧૫:અહીં બેડેશ્વર, વૈશાલીનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ કેશવલાલ પરમાર, ઉ.વ.પ૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા.૭–પ–ર૦૧૮ના કાજલબેન જીતેન્દ્રભાઈ પરમાર, ઉ.વ.ર૦, રે. વૈશાલીનગર–૪, જામનગરવાળા પોતાની મોટી બહેન જોડે લગ્ન પ્રસંગે ચણીયાચોલી પહેરવાની બાબતમાં બોલચાલી થતા ગળાફાંસો ખાઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

જુગાર રમતા દસ ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, હર્ષદમીલની ચાલી, પટેલનગર – ર, સોઢા સ્કુલની બાજુમાં, અરજણભાઈ કાનાભાઈ હેરભા ના મકાનમાં રવિ મગનભાઈ ચૌહાણ, વિજય કાનજીભાઈ વાઘેલા, વીકી ભરતભાઈ સાગઠીયા, અતુલ ઉર્ફે વીકી બાબુભાઈ મકવાણા, વિજય અનીલભાઈ વાઘેલા, ધીરજ નાનજીભાઈ વાઘેલા, દિનેશ ઉર્ફે બોદીયો કારાભાઈ કબીરા, અનીલ દિનેશભાઈ ગોહીલ, શૈલેષ વિનોદભાઈ ગોહીલ, રમાબેન વિનુભાઈ રણછોડભાઈ જેઠવા, ફરારી આરોપી મુકેશ હરીશભાઈ વાઢેર, રે. જામનગર વાળાએ  જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૦૪૮૦/– તથા ઘોડીપાસાના નંગ–ર, ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટર સાયકલ સ્લીપ થઈ જતા  મોત

જોડીયા પોલીસ સ્ટેશનમાં ફારૂકભાઈ નુરમામદભાઈ ઘાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, લીબુડા પાટીયા પાસે મોટર સાયકલ ચાલક સુલતાન સંઘાર રે, જામનગરવાળાએ પોતાનું મોટરસાયકલ નં. જી.જે.૧૦ સી.પી.–રરપર લઈ પુરઝડપે  રીતે ચલાવી ડ્રાઈવઝન આવતા અચાનક બે્રક મારતા મોટર સાયકલ સ્લીપ થતા  સુલતાન તથા ગુલામ હુશેન મોટર સાયકલ પરથી ફંગોળાઈ જતા ગુલામહુશેનને માથાના ભાગે ઈજા થતા  મરણ ગયેલ છે.

અગાઉનો ખાર રાખી માર્યની રાવ

અહીં સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ રમેશભાઈ ગોસ્વામી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦૧૮ના કોમલનગર હિતેષભાઈના ગેરેજની સામે  રાજેશભાઈ  રીક્ષા લઈ ્યભા હતા તે વખતે  હાજાભાઈ માણશીભાઈ આહીર, રે. જામનગરવાળા સાથે એક મહીના પહેલા પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થયેલ તેનો ખાર રાખી તીક્ષ્ણ હથીયાર છરી વડે છાતીના ભાગે તથા ડાબા હાથની હથેળી પર તેમજ હાથની કોણી પર ઘા મારી જીવલેણ હુમલો કરી ગુનો કરેલ છે.(૨૨.૬)

(11:48 am IST)