Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

દ્વારકા હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્ત યુવાનનું મોતઃ કોઇ સારવાર નહી અપાયાની ચર્ચા

દ્વારકા, તા.૧પઃ ભિમરાણા ગામે રહેતા પાલાભા જીમલભા સુમણીયા ગત રાત્રે ૯ વાગ્યા ની આસપાસ બાઇક લઇ ને દ્વારકા થી  જઇ રહ્યા હતા ત્યારે મકનપુર પાસે બાઇક સ્લીપ થતા ૧૦૮ દ્વારા રાત્રે દ્વારકા ની સરકારી હોસ્પીટલે ખસેડેલ હતા. અને આ યુવાન ને વહેલી સવાર ના ૭ વાગ્યા સુધી દવાખાન મા એડમીન્ટ કરવા કોઇ સારવાર આપવા માં આવેલ નતી અને એમ એલ સી કરેલ નહોતું અને સવાર ના ૮ વાગ્યા ની આસપાસ આ યુવાન ને  રેકડી મા બેસાડી યુવાને થોડે દુર બહાર નાખી દિધેલ હતો. ત્યાર બાદ યુવક નું ત્યા મોત થયું હતું આ બનાવ બન્તા તેમના પરિવાર ને જાણ થતા જયા ઘટના સ્થળે યુવક ની લાસ પડી હતી ત્યા ધુસકે ધુસકે રોતા હતા. બનાવ ની જાણ દ્વારકા પી. આઇ. દેકાવડીયા ને થતા હોસ્પીટલે પહોચી લાસ નું પંચનામું કરાવી પી.એમ ખાતે ખસેડેલ છે અને વધું તપાસ હાથ ધરી રહ્યા  છે. (૨૩.૬)

આ અંગે દ્વારકા સરકારી દવાખાન અધિક્ષક વિ.જી.ચંદારાણા ને પુછતા તેઓએ જણાવેલ કે તમામ ઓનડયુટી સ્ટાફ ઇન્કવાયરી ના અંતે હુ કહી શકું કે પાલાભા જીમલભા સુમણીયા નામના દર્દી ને રાત્રે લાવ્યામા આવ્યા હતા. જેનો કેસ રાત્રે ૯ વાગ્યે નિકડેલ છે રજીસ્ટર મા બતાવે છે.

રાત્રે ફરજ પર સ્ટાફ જેતે ડોકટર ઓન ડયુટી હોય એને બોલાવી પેસેન્ટ ને શુ સારવાર કરેલ છે એ ડો.ધેડીયાને પુછતા તેના તરફ થી ખાસ પ્રત્યુતર જવાબ મળેલ નથી. આ અંગે દર્દીને બાર મુકવા મા આવેલ હતું એ જાણ વા મળ્યું છે પણ  કર્મચારી ને પુછતા તેઓએ જણાવેલ હતું કે અમે સ્ટેચર મા બેસાડી ને બહાર મુકવા ગયેલ હતા. વધું અધિક્ષક ચંદારાણા એ જણાવ્યું કે આ પણ મને લાગી રહ્યુ છે કે તપાસ માગી લ્યે એવો વિષય છે.

આ અંગે દ્વારકા નગર પાલિકા પ્રમુખ જીતું માણેક ને જાણ થતા દ્વારકા સરકારી હોસ્પીટલે પહોચેલ અને ત્યા તપાસ કરતા ત્યા ફરજ પર રાત્રે ડો ધેડીયા સાહેબ ડયુટી હતી અને તેમને પુછતા મારા હાથમા આ કેસ હતો અને એમ એલ સી કાયઠી નથી સારવાર કરી છે? એ પુછતા ડો દ્વારા જણાવ્યું નથી એટલે આ મુદ્દો શંકા ઉપજાવે એવો છે.

(11:46 am IST)