Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

હળવદમાં રણજીતગઢના આંગણે સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે અંગે સંપન્ન

હળવદમાં રણજીતગઢ ખાત સર્વોેપરી મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી મુર્તિઓની નવ નિર્મિત મંદિરમાં પધરામણી કરવામાં આવી તે પ્રસંગેની તસ્વીર..

હળવદ, તા.૧૫: તાલુકાના રણજીતગઢ ગામે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલ ભુમિ એવી શ્રી હરિક્રૃષ્ણધામ રણજીતગઢ ગામમા પ.પુ.ધ.ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ અ.નિ.પૂ. શાસ્ત્રી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી સર્વોપરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજનઙ્ગ કરવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જેમાં હજારો ભકતોએ શ્રીમદ્ સત્સંગી ભુષણ કથામૃતનો લાભ લઈ જીવન ધન્ય કર્યુ હતું.

આ પ્રસંગે સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય પોથીયાત્રા કાઢી હતી. જેમાં વરિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સંતોના હસ્તે દિપ પ્રાગટ્યઙ્ગ કરવામાં આવ્યું હતું.સવારે શ્રીમદ્ સંત્સંગીભુષણ કથામૃત તેમજ મહાપુજા પાઠ ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમાં વચનામૃત વ્યાખ્યાંનમાળાનુ વાંચન તેમજ સાંજે કિર્તન સંધ્યા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ રૂડા અવસરે ભગવાન શ્રી સ્વામીનારાયણના મહાભિષેક દર્શન તેમજ છપ્પનભોગ અન્નકુટ ઉત્સવ, યુવામંચ , મહિલામંચ સાથે રકતદાન કેમ્પમાં સર્વ ભકતજનોને હેતથી લાભ લીધો હતો.જેમાં  પ.પુ આચાર્ય મહારાજ શ્રીની ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. તથા તેમના વરદ્ હસ્તે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા કરવામા આવી હતી.

આ રૂડા અવસરે ભાવિઆચાર્ય શ્રી લાલજી મહારાજ તેમજ પ.પુ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાશ્રીની પધરામણી કરવામાં આવી હતી. અને સર્વે હરિભકતોને પુજય મહારાજશ્રીના શુભાશીર્વાદ મેળવ્યા હતા. આ મહોત્સવમાં ભવ્ય રકતદાન કેમ્પ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:44 am IST)