Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાવનગરમાં મોડી રાત્રે આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કરીને આશરે ૫ લાખની થી લુંટ : શહેર ના નિલમબાગ સર્કલ નજીક 2 અજાણ્યા શખ્શો બાઇક પર આવ્યા ને કર્યું ફાયરીંગ : પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી

ભાવનગરઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પણ લૂંટ અને હત્યાના ગુનાઓ રોકાવાનું નામ લેતા નથી. સોમવારે નિલમબાગ વિસ્તારમાં એક આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી પાંચ લાખની મતા લૂંટી લેવામાં આવી.

સ્થાનિક મીડિયા ચેનલોના અહેવાલ મુજબ ભાવનગર સ્થિત આર.કે.આંગડિયા પેઢીનો કર્મચારી સોમવારે સાંજે રોકડ લઈને નિલમબાગ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો. આ સમયે બાઈક આવેલા બે અજાણ્યા શખસોએ આંગડિયા પેઢીના કર્મચારી હરદીપસિંહ ચુડાસમા પર ફાયરિંગ કર્યું. ત્યાર બાદ તેની પાસે રહેલી 5 લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ફાયરિંગ અને લૂંટની ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયો છે. આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

(8:20 am IST)