Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

માત્ર પ૦ પશુઓની કેપેસીટી ધરાવતી ગૌશાળાને જૂનાગઢ કોર્પોરેશને ૬૦૦ ગાયો આપી દીધીઃ તોરણીયામાંથી પશુઓ વેચી દેવાનું કારસ્‍તાન

ફોટોઃ junagadh gousada kaubhand

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના તોરણીયામાં આવેલી ગૌશાળામાં ગૌમાતાના મોત બાદ આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી ગૌશાળા સંચાલકો સામે પગલા ભરવામાં ન આવતા ભારે ચર્ચા જાગી છે.

જૂનાગઢની તોરણીયા ગૌશાળામાંથી પશુ વેંચી મારવાનાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છતા છેક હવે તંત્ર જાગ્યું છે પરંતુ, ખુબ જ મોડું થઇ ચુક્યું છે.

કેમ કે, ગૌશાળામાં ગાયોને વેંચવાનો અને ગાયોનાં મોતનો સિલસિલો હજુ પણ યથાવત જ છે. તોરણીયાની ગૌશાળામાં હજુ પણ વધારે 9 ગાયોનાં મોત થયા છે અને ગૌશાળાનો સંચાલક ધીરૂ સાવલીયા પણ ફરાર થઇ ચુક્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ જાગીને હવે છેક વેટરનરી ડોક્ટર રાહુલ વાણીયાને પણ શો-કોઝ નોટિસ ફટકારી છે.. આ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને 3 જ દિવસોમાં તમામ બાબતોનો ખુલાસો કરવા માટે નોટિસ આપી દિધી છે.

પરંતુ, હજુ પણ સમગ્ર મામલે પોલીસઅને મહાનગરપાલિકાનું મૌન ખુબ જ ભેદી વર્તાઇ રહ્યું છે.. કેમ કે, માત્ર 50 પશુઓની કેપેસિટી ધરાવતી ગૌશાળાને જૂનાગઢ મહાનગરપાલિકાએ શું વિચારીને અધધ 600 જેટલી ગાયો આપી દિધી હતી.

(8:58 am IST)