Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ઉપલેટાના શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડમાં શ્રી ઉમિયા માતાજી સામાજીક ચેતના રથની સમાપન વિધી

ઉપલેટાઃ તસ્વીરમાં શ્રી ઉમિયા માતાજી સામાજીક ચેતના રથની સમાપન વિધી નજરે પડે છે(તસ્વીરઃ નિમેષ ચોટાઇ.ઉપલેટા)

 ઉપલેટા, તા.૧૩: ઉમીયા માતાજી રથ ગાયત્રી આશ્રમ ગધેથડ મુકામે આવતા આ રથનું ભવ્યથી દિવ્ય સ્વાગત કરાયુ હતું. આ રથનું સમાપન સીદસર મંદિરે થવાનું હતુ પણ ગાયત્રી આશ્રમના પુજય લાલબાપુની એવી ઇચ્છા હતી કે કડવા પાટીદારની સામાજીક ક્રાંતી માટે નીકળેલ આ રથ સીદસર જતા પહેલા ગાયત્રી આશ્રમ પધારે અહિંયા મા ઉમા અને મા ગાયત્રીનું મીલન થાય અને આ રથના પરીભ્રમણ સમાપન ગાયત્રી આશ્રમ ગધેથડ મુકામે પુર્ણ થાય.

પૂ. લાલબાપુની આ ઇચ્છા પૂર્ણ કરવા ગાયત્રી આશ્રમ ગધેથડનાં આગેવાનો અને સીદસર મંદિરના સભ્યોએ આગવુ આયોજન કરી ખૂબ જ પ્રચાર અને પ્રસારથી આ કાર્યક્રમને ખુબ જ સફળ બનાવવા મહેનત કરતા ગઇ કાલે હજારોની માનવ મેદની ગાયત્રી આશ્રમ ખાતે ઉમટી પડે.

મા ઉમીયાનો આ દિવ્ય રથ તા.૧૦-૩-૨૦૧૯ના રોજ ઉપલેટા શહેર અને તાલુકાના આગેવાનો સાથે ગાયત્રી આશ્રમે પહોંચતા બહેનો દ્વારા રથનું પુષ્પ વર્ષા કરી રાસ ગરબાની રમઝટની રમજટથી સ્વાગત કરાયુ હતુ.

ક્ષત્રીય પરીવાર અને અન્ય સમાજના ભાઇઓ બહેનોએ પણ રથની સાથે મા ઉમીયા અને મા ગાયત્રીના જયઘોષ સાથે રાસની રમઝટ બોલાવી અને જાણે કે ૫૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞની યાદ તાજી થવા લાગી.

સંધ્યા આરતીના સમયે મા ગાયત્રી અને મા ઉમીયાની એક સાથે જ આરતી કરવામાં આવી અને આરતી પૂર્ણ થયા બાદ પૂજય લાલબાપુનું આગમન થતાં જ ઉપસ્થિત પ હજારથી પણ વધુ ભાવીકોએ પુજય લાલબાપુના જયઘોષ સાથે બાપુનંુ સન્માન કરવામાં આવેલ હતું.

પુજય લાલબાપુનું સીદસર મંદિરના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો દ્વારા સાલ અને ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. પુજય લાલબાપુએ કડવા પટેલ સમાજ અત્યારે પ્રગતીના પંથે છે સીદસર ઉંઝા ગાઠીલા સોમનાથ અને હાલ વિશ્વ ઉમીયા ધામ જે અમદાવાદમાં નવસર્જન થવા જઇ રહ્યું છે. તે તમામ સંસ્થાઓની વિગતે વાત પુજય લાલબાપુએ કરી હતી.

પૂજય બાપુએ પોતાના પ્રવચનમાં કહેલ કે દરેક સમાજ જો આ ધાર્મિક પ્રવૃતિઓ ચાલુ રાખે પછી તમે જે પણ દેવી - દેવતાઓ અને કોઇ પણ ધર્મ પાળતા હો સર્વધર્મ એકજ છે એવી ભાવનાથી જો આવા ધર્મનું કામ કરશો તો દરેક સન્માનમાં આ ધર્મનું સ્થાન ટકી રહેશે અને સામાજીક સમરસતા આપોઆપ આવી જાશે.

પુજય બાપુએ દરેક સમાજને વ્યસનમુકત થાય, ખોટી અંધશ્રધ્ધાથી દૂર રહે અને આપના માતા-પિતાની પહેલા સેવા કરજો અને પછી દેવ-દર્શને કરવા મંદિર જાજો. જો તમે તમારા મા બાપના ચાર ચરણ જ તમારી ચાર ધામની યાત્રા છે. જો તમે એને ભાવપુર્વક પુજી લેશો તો તમારે કયાંય જાત્રાએ જાવાની જરૂર નહી રહે.

પુજય લાલબાપુએ એક સાધુનું જીવન કેવું હોવું જોઇએ સાધુની સાધુતા કેવી હોવી જોઇએ તે બાપુએ વાત કરી હતી.

પુજય બાપુના વરદ હસ્તે મુખેથી આ સામાજીક ચેતના રથની શાસ્ત્રોકત વિધી દ્વારા સમાપન વિધી પુર્ણ કરવામાં આવેલ હતી. અંતમાં મા ઉમીયાનું પ્રાગટય અને સમાજની વણથંભી વિકાસ યાત્રાની એલ.ઇ.ડી સ્ક્રીનમાં સમાજના પ્રત્યક્ષ ગાથા નિહાળી હતી.

(3:56 pm IST)
  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ : સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડેલ છે. ૪ દિવસમાં શહેરમાં દુષ્કર્મની ૩ ઘટના બનતા દુષ્કર્મ આચરનારા સામે આક્રોશ ફેલાયો છે. access_time 3:33 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII ( AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http://aibe13.allindiabarexamination.com/result.aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST