Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પોરબંદર સાંદીપનિમાં સંસ્કૃતિ રાષ્ટ્ર અને સાહિત્ય ચિંતનઃ કવિ મિલન

પૂ.ભાઇશ્રી સાનિધ્યમાં સોમવારથી ૩ દિવસીય આયોજનઃ રાષ્ટ્ર ચિંતનમાં સુબ્રમણ્યમ સ્વામીનું વકતવ્યઃ કવિ મિલનમાં રાજેન્દ્ર શુકલ મિલિન્દ ગઢવી સહિત કવિઓઃ સાહિત્યમાં કાજલ ઓઝા વૈદ્ય, ભદ્રાયુ વછરાજાનીઃ ગાંધી ચિંતનમાં નરોતમ પલાણ અજય ઉમટ જય વસાવડા વિચારો રજૂ કરશે

પોરબંદર તા.૧૫: સાંદીપની વિદ્યાનિકેતન આશ્રમ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં તા.૧૮મી સોમવારથી ત્રણ દિવસ દરરોજ રાત્રે ૮ થી ૧૦ સંસ્કૃતિ, રાષ્ટ્ર, તત્વ અને સાહિત્ય ચિંતન-તેમજ કવિ મિલન યોજાનાર છે.

સંસ્કૃતિમાં ચિંતનમાં સોમવાર તા.૧૮મીએ આગમન અને રજીસ્ટ્રેશનઃ સાંજે ૪ કલાકે બાદ ઉદઘાટનઃ પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે કરાશે. રાષ્ટ્રચિંતનમાં સાંજે ૫ થી ૬.૩૦ શ્રી સુબ્રમણ્યમ સ્વામીનું વકતવ્ય કવિ મિલનમાં રાત્રે ૮ થી ૧૦ રાજેન્દ્રશુકલ, રાજેશ વ્યાસ 'મિસ્કીન', મેહુલ દેવકલા, હિતેન આનંદપરા, મિલિન્દ ગઢવી, પારૂલ ખખ્ખર, દીપક ત્રિવેદી, સ્નેહલ જોશી, પ્રાર્થના જહા ભાગ લેશે.

મંગળવાર તા.૧૯મીએ સાહિત્ય ચિંતન સવારે ૧૦ થી ૧૨.૩૦, વકતાઃદિનકર જોશીઃ સાહિત્યઃ અધ્યાત્મનો રાજમાર્ગ, ભદ્રાયુ વછરાજાનીઃ સાહિત્ય અને સામાજિક નિસ્બત, રતિલાલ બોરીસાગરઃ હાસ્ય અને ચિંતન તથા  સુશ્રી કાજલ ઓઝા વૈદ્યઃ હું અને મારા પાત્રો વિષય ઉપર ચિંતન રજુ કરશે.

ગાંધી ચિંતન સાંજે ૪ થી ૬.૩૦ કલાકે વકતાઃ તરીકે  નરોતમ પલાણઃ ગાંધીજી અને આપણો ઇતિહાસબોધ, અજય ઉમટઃ ગાંધીઃ કોમ્યુનિકેટર અને પત્રકારીતા, જય વસાવડાઃ ગાંધી મારા દોસ્ત તથા મનસુખ સલ્લાઃ ગાંધી અને ઇન તાલીમઃ આધુનિક સંદર્ભમાં વિષય ઉપર ચિંતન રજુ કરશે.

હોળીની પૂર્વ સંદ્યાએ જૂની રંગભૂમિના ગીતોની રસમયી રજુઆત રાત્રે ૮ થી ૧૦ (ઉત્કર્ષ મઝુમદાર તથા અર્ચન ત્રિવેદી) રજુ કરશે. બુધવાર તા.૨૦ તત્વ ચિંતન સવારે ૧૦ થી ૧૨.૩૦ કલાકે વકતા તરીકે વિજય પંડ્યાઃ અદ્વાંત વિદ્ધાંતઃ ઉપનિષદનું વૈચારિક ગૌરીશીખર, ગોપબંધુ મિશ્રાઃ યત પિણ્ડે તત બ્રહ્માણ્ડે, સુભાષ ભટ્ટઃ રહસ્યનો આનંદ અને આનંદનું રહસ્ય તથા ભાગ્યેશ જહાઃ ટેકનો-સ્પિરિચ્યુઆલિટીઃ એક શકયતા વિષય ઉપર તત્વ ચિંતન કરશે.

(3:35 pm IST)