Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જીયાણામાં બાઇકની ઠોકરે ચડતાં કોળી વૃધ્ધ મોહનભાઇનું મોત

વાડીએથી ઘરે આવી રહ્યા હતાં ત્યારે ગામના જ પટેલ યુવાન નિલેષભાઇના વાહનની અડફેટે ચડ્યાઃ બાવળીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: કુવાડવાના જીયાણામાં રહેતાં કોળી વૃધ્ધ મોહનભાઇ બીજલભાઇ બાવળીયા (ઉ.૬૫) ગઇકાલે સવારે ચાલીને વાડીએથી ઘરે આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં ગામના જ પટેલ યુવાન નિલેષભાઇ ખોડાભાઇ ઢોલરીયાના બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

મોહનભાઇ સવારે સાડા અગિયારેક વાગ્યે પોતાની વાડીએથી ઘરે આવવા નીકળ્યા ત્યારે ગામના નિલેષભાઇ વળાંકમાંથી બાઇક લઇને નીકળતાં તેના બાઇકની ઠોકર લાગી જતાં તેઓ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાંજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનાર મોહનભાઇ છ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ મૃતકના પુત્ર મુકેશભાઇ બાવળીયાની ફરિયાદ પરથી નિલેષ ઢોલરીયા સામે ગુનો નોંધ્યો છે.

(12:13 pm IST)
  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST