Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

કચ્છના મુંદ્રા પોર્ટ ઉપર ૩ કરોડની દાણચોરીનો પર્દાફાશ

૧૨ કન્ટેનર જપ્તઃ જુના કોમ્પ્યુટરોના પાર્ટસ અને એસેસરિઝની દાણચોરીનું રેકેટ અમદાવાદ ડીઆરઆઇની ટીમે ઝડપી પાડયું

ભુજ તા.૧૫: કચ્છના મુંદ્રા પોર્ટ ઉપર ૩ કરોડની દાણચોરીનો પર્દાફાશ થયો છે અને ૧૨ કન્ટેનરો જપ્ત કરવામાં આવ્યા છે અને અમદાવાદ ડીઆરઆઇની ટીમે તપાસ હાથ ધરી છે.

મુંંદ્રા પોર્ટ ઉપર આવેલા ૧૨ કન્ટેઇનરોની ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ તપાસ કરતા ત્રણ કરોડ રૂપિયાના જૂના કોમ્પ્યુટરના પાર્ટસ અને એસેસરિઝ દાણચોરથી મંગાવીને વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મુંદ્રા પોર્ટ ઉપર આવેલા ૧૨ કન્ટેઇનરોની તપાસ કરતાં તેમાંથી જૂના કોમ્પ્યુટરોના પાર્ટસ તથા એસેસરિઝનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેઇનરોમાં જૂના કોમ્પ્યુટરો, મધર બોર્ડસ, હાર્ડ ડિસ્ક, એચપી, ડેલ, લીનોવાના પાર્ટસ હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સાઉથઆફ્રિકાથી આવ્યા હતા. જૂના કોમ્પ્યુટરો અને એસેસરિઝ વિદેશથી મંગાવીને દિલ્હી અને ગુજરાતમાં ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવતા હતા. કોૈભાંડમાં ગુજરાત અને દિલ્હીના વેપારીઓની સંડોવણી ખૂલવા પામી છે. ડીઆરઆઇ દ્વારા ગુજરાત અને દિલ્હીના કેટલાક વેપારીને તપાસ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે.

(11:32 am IST)