Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સાવરકુંડલામાં જમીનના મુદ્દે દલીત પ્રૌઢનો આત્મવિલોપનનો પ્રયાસઃ અટકાયત

સાવરકુંડલા, તા., ૧પઃ અહીના ગોવિંદભાઇ જેઠાભાઇ મારૂના પિતા જેઠાભાઇ દુદાભાઇ મારૂના નામની જમીન આપેલ છે તે જમીનના આધાર પુરાવા ગોવિંંદભાઇ મારૂએ મામલતદાર કચેરીમાંથી મેળવવા અનેક વખત લેખીત મૌખીક માંગણીઓ કરેલ. પરંતુ તે આધાર પુરાવા (જમીનના કાગળો) ગોવિંદભાઇ મારૂને ન મળતા તેઓએ મામલતદાર કચેરીના પટાંગણમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા ગોવિંદભાઇ મારૂએ થોડીકવાર તંત્રને દોડતું કરી મુકેલ હતું અને તુરત જ પોલીસે ગોવિંદભાઇ મારૂની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા.  ગોવિંદભાઇ મારૂએ પોતાના પિતાજી જેઠાભાઇ દુદાભાઇ મારૂના નામની જમીનના કાગળો આધાર પુરાવા દિવસ ત્રીસમાં આપી દેવાશે તેવી ખાત્રી ગોવિંદભાઇ મારૂને મળતા તેઓએ હાલ કોઇ પણ જાતના કાર્યક્રમ મોકુફ રાખેલ છે. જો ત્રીસ દિવસમાં પોતાએ માંગેલ માહીતી નહી મળે તો પછી આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું ગોવિંદભાઇ મારૂએ જણાવેલ હતું.

ગોવિંદભાઇ મારૂએ પોતાના પિતાના નામે આપેેલ જમીનના આધાર પુરાવા મેળવવા છેલ્લા ઘણા સમયથી માહીતી માંગેલ પરંતુ તે માહીતી આજ દિ સુધી ગોવિંદભાઇ મારૂને મળી નથી.

(3:47 pm IST)