Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મોરબીમાં નેકસીઓન ઇન્ટરનેશનલ કંપનીમાં આગઃ સફળ મોકડ્રીલ

 મોરબી : મોરબી જિલ્લાના મોરબી હળવદ રોડ ઉપર આવેલ નેકસીઓન ઇન્ટરનેશનલ પ્રા.લી. નામની સિરામીક કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નેનો કેમિકલ લઇ જનાર  એક મજુરને ઇજા થઇ  હતી. પ્લાન્ટમાં ઇમરજન્સી સીગ્નલ તથા સાયરન વગાડતા પ્લાન્ટમાં આજુબાજુ કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક  ઘટના સ્થળે હાજર થઇ ગયા હતા. અને ઉપલબ્ધ સાધનો દવારા આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા તેમ છતા આગ બેકાબુ બનતા  મોરબી જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલરૂમને મદદ માટે જાણ  કરતા તુરત જ મોરબી ફાયર બિગ્રેડ, પોલીસ, પી.જી.વી.સી.એલ., ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત ગેસ સહિતના અધિકારીઓને ઘટના સ્થળ ઉપર પહોચી જવા મેસેજ કરાયા હતા  તેમજ કલેકટરશ્રી અને સ્ટેટ કંન્ટ્રોલ રૂમને પણ જાણ કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળે કંપનીના પોતાના જ ફસ્ટ એઇડ બોકસ  ટીમ દવારા ઇજાગ્રસ્ત મજુરોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી. તેમજ એમ્બ્યુલસમાં વધુ સારવાર માટે હોસ્પીટલમાં મોકલી દેવામાં આવેલ હતા. આ દરમિયાન થોડીક મીનીટોમા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ સ્થળ ઉપર આવી તુરત જ આગ પર ફોમ અને પાણીનો  છંટકાવ કરી આગ કાબુમાં કરી લીધી હતી. જયારે ગુજરાત ગેસ ગળતર ન થાય તથા પી.જી.વી.સી.એલ. ટીમ દવારા વીજ પાવર બંધ કરવાની તથા પોલીસ અને ૧૦૮ પણ સ્થળ પર પહોચી તુરત જ તેમણે પણ સાવચેતીના પગલા લઇ કામગીરી શરૂ કરી દીધી. હતી. જયારે મોકડ્રીલના અંતમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનું કલીયરન્સ લેવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે મેનેજમેન્ટ દવારા આ એક મોકડ્રીલ હોવાનું જણાવ્યું હતું. આ મોકડ્રીલ કાર્યક્રમમાં કંપનીના હેડ સિંધ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના શ્રી રવીકાન્ત પરમાર, ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રરીઝ સેફટીના શ્રી ભારથી, એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટરશ્રી સલીમ, ગુજરાત ગેસના ટેકનીકલ હેડ શ્રી ભટ્ટાચાર્ય, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના, ફાયર બિગ્રેડ મોરબી અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)(૨૧.૨૩)    

(1:11 pm IST)