Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મોરબી જિલ્લાના ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો દ્વારા પગાર વધારાની માંગણી સાથે આવેદનપત્ર

મોરબી તા. ૧૫ તાલુકા અને જીલ્લાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા પગારવધારા જેવી માંગણીઓને લઈને મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધને આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદનમાં શિક્ષકોએ જણાવ્યું છે કે સરકાર દ્વારા પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ આર.ટી.ઇ.૨૦૦૯ મુજબ બે વિભાગ પાડવામાં આવ્યા છે. પરંતુ ધોરણ-૧ થી ૮ શિક્ષણ એકમને યથાવત રાખવામાં આવેલ છે હાલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની લાયકાત મુજબઙ્ગ૯૩૦૦ થી ૩૪૮૦૦+૪૨૦૦ઙ્ગપગાર ધોરણ છઠ્ઠા પગાર પંચ મુજબ મળવું જોઈએ અનેઙ્ગઆર.ટી.ઈ.-૨૦૦૯ મુજબ પ્રાથમિક વિભાગના શિક્ષકોથી ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોના કામના કલાક અને કામના દિવસોનું પ્રમાણ પણ વધારે છે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર, દમણ અને મધ્યપ્રદેશ જેવા ઘણા રાજયોમાં અને કેન્દ્ર સરકાર સંચાલિત બન્ને વિભાગમાં પગારધોરણ અલગ છે. સરકાર દ્વારા આગામી તારીખ ૩૦ એપ્રિલ સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સમય મર્યાદા નક્કી કરવાની માંગણી અને નક્કી કરેલા સમય મર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાય તો ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા, રેલીઙ્ગઙ્ગજેવા કાર્યક્રમો આપી ઉગ્ર લડત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના પ્રમુખ મણિલાલ સરડવા તથા કાર્યાઘ્યક્ષ રમેશભાઈ જાકાને મોરબી તાલુકાના પ્રમુખ સંદિપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાનિયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિતેશ રંગપડીયા અને મહામંત્રી શિવલાલ કાવર તથા મોરબી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો જોડાયા હતા.(૨૧.૨૫)

(1:10 pm IST)