Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

શીલનાં દરસાલીમાં વાડીએ ચાલતા જૂગારધામનો પર્દાફાશઃ ૮ શખ્સો ઝબ્બે

રોકડ અને વાહનો સહિત રૂ. ૧.પ૧ લાખનો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧પ :.. શીલનાં દરસાલી ગામે વાડીએ ચાલતા જૂગારધામનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી ૮ જૂગારીને રૂ. ૧.પ૧ લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

 

માંગરોળ તાલુકાનાં શીલ નજીકનાં દરસાલી ગામનો બાવાજી હરેશ ભારતી મનસુખભારતી ગૌસ્વામી તેની વાડીનાં મકાનમાં જૂગારનો અડો ચલાવતો હોવાની માહિતી મળતા એસ. પી. નિલેશ જાજડીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચનાં આઝાદસિંહ સિસોદીયા સહિતનાં સ્ટાફે રાત્રીનાં અઢી વાગે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસે વાડી માલિક હરેશભારતી ગૌસ્વામી ઉપરાંત સંજય મેરગ, લખમણ દેવા વાજા, હસમુખ જયસુખ, રમણીક રૂડા ગરેજા, ભગવાન હરિ ઠુંમર, ઉકા શામજી વાજા અને ભીખા નટુ મજેઠીયા સહિત ૮ જણાને રૂ. ર૬ હજારની રોકડ સાથે જૂગાર રમતા પકડી પાડયા હતાં.

ક્રાઇમ બ્રાંચે જૂગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ૪ મોટર સાયકલ અને પાંચ મોબાઇલ સહિત કુલ રૂ. ૧,પ૧,૮૬પ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:10 pm IST)