Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ધ્રાંગધ્રામાં માઈક્રો ઝેરોક્ષ સાથે લઈને બોર્ડની પરીક્ષા આપતા ૩ છાત્રો ઝડપાયા

વઢવાણ, તા. ૧૫ :. ધ્રાંગધ્રાની એમ.એમ. શાહ સંસ્કાર વિદ્યાલયમા પરીક્ષા આપતા ત્રણ વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ સાથે લઈને પેપરોના જવાબો લખતા હોવાનું સુપરવાઈઝરના ધ્યાને આવ્યુ હતું.

આથી ત્રણેય વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કોપી કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૪૩૭૭ વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા આપી હતી. જેમા ૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયનું પણ બુધવારે પેપર હતુ. જેમા નોંધાયેલા ૨૦૨૭માંથી ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા.

(1:07 pm IST)