Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

પતિના ત્રાસનો ભોગ બનેલી મહિલાને ૧૮૧ની ટીમે ઉગારી

મોરબી તા. ૧૫ : મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહે છે અને મહિલાઓને મુશ્કેલીમાંથી ઉગારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે તાજેતરમાં એક મહિલા પતિની મારકૂટનો ભોગ બનેલી હોય જેને ઉગારી લઈને તેના માતાપિતાને સોપવામાં આવી છે.

મળતી વિગત મુજબ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમને કોલ આવ્યો હતો જેમાં એક બહેન મળી આવ્યા હોય જેની પાસે દોઢ વર્ષનું બાળક પણ સાથે હોવાની માહિતી મળતા ૧૮૧ ટીમના જાગૃતિબેન મકવાણા અને પાયલોટ દિલીપભાઈ ડોબરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહિલા છોટા ઉદેપુરના હોવાની માહિતી મળી હતી તેમજ મહિલાએ લવમેરેજ કર્યા હોય જોકે તેના પતિ દ્વારા મહિલાને છેતરવામાં આવી હતી અને પતિના લગ્ન પહેલા થઇ ગયા હતા. આ બાબતથી મહિલા અજાણ હોય જેને આજે પતિએ ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી અને ૧૮૧ ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવારની માહિતી આપી હતી જોકે તે પતિ વિરુદ્ઘ તે કેસ કરવા માંગતા ના હોય જેથી મહિલાને તેના માતા પિતા અને બહેનના સસરાને સોપવામાં આવી હતી આમ પતિની મારકૂટનો ભોગ બનેલી પરિણીતાને ઉગારી લઈને નવજીવન આપ્યું હતું.(૨૧.૨૫)

(1:07 pm IST)