Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ જવેલર્સ ઉપર IT નો સર્વે

માર્ય એન્ડીંગ પૂર્વે આવકવેરાની કાર્યવાહીથી ફફડાટઃ તપાસનો ધમધમાટ

વઢવાણ તા.૧પ : શહેરમાં બેફામ થતી ટેક્ષ ચોરીના મામલામાં અનેક ફરીયાદો ઉઠતા અને માર્ચ એન્ડીંગના કારણે વેપાર ધંધા ધમધમતા જોવા મળતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે જેમાં વેપારીઓની દુકાનોમાં હિસાબોની ખાસ કરીને ચકાસણી કરવામાં આવેલ છે. ત્યારે આ ચકાસણી દરમિયાનમાં જો કોઇ પ્રકારની ક્ષતિ જો જણાયતો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું આઇ.ટી.ના અધિકારીઓ જણાવેલ છે.

 

સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ વેપારીઓ સરકારી કર્મચારીઓ સમગ્ર વર્ષની આવક અને જાવકનું સરવૈયુ ચકાસવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સી.એ.પાસે ઓડિટ અને રિર્ટનની કામગીરી પુર્ણતાના આરે પહોંચવામાં છે. ત્યારે સુરેન્દ્રનગર આઇ.ટી. દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમા વેપારીઓની દુકાનોમાં હિસાબોની ચકાસણી કરવામાં આવેલ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સોના-ચાંદીના ઘરેણાની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

ત્યારે આ કાર્યવાહી શરૂ થતા સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ ઉપરના અન્ય મોટા શોરૂમ સોના-ચાંદીના આવેલા છે જેઓના શટરો પડી ગયા હતા અને સોના-ચાંદી બજારમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે.

ત્યારે આઇ.ટી. વિભાગના અધિકારીઓ દ્વારા રોજબરોજના હિસાબો ચકાસવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત મોટી પેઢીઓ અને સહકારી સંસ્થાઓ ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ત્યારે જી.આઇ.ડી.સી.ના એકમો અને કારખાનાના માલીકોના હિસાબોની ચકાસણીનું પણ હાલમાં આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આઇ.ટી. વિભાગને સુરેન્દ્રનગર લગ્ન સરાની સિઝનમાં મોટાપાયે ઘરેણાના વેચાણ થયા છે. જેમા કરોડોનું સોના-ચાંદીનું ટર્ન ઓવર વેપારીઓ દ્વારા કરાયું છે ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-લીંમડી-પાટડી, ચોટીલા, સહિતના ગામડાઓના લોકો દ્વારા મોટાપાયે સોનાના ઘરેણાની ખરીદી કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના મહેતા જવેલર્સ-ક્રિષ્ના જવેલર્સ, સી.એન.જવેલર્સ, સી.જે. જવેલર્સ વગેરે દુકાનોમા આઇટીના દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું હાલમા આધારભુત સુત્રો પાસે જાણવા મળી રહ્યું છે ત્યારે અનેક વેપારીઓ આઇ.ટી.ના અધિકારીઓ એમના સુધી પહોંચે તે પહેલા શટરો પાડી પલાયન થઇ ગયા છ.

(1:06 pm IST)