Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

'ઘરવાળી'ના ત્રાસથી જીવન ટુંકાવું છું', છેલ્લા શબ્દો સાથેની વીડીયો કલીપ વાયરલ કરી કચ્છના પાટીદાર યુવાનનો આપઘાત

મુંબઇ રહેતા કચ્છી પાટીદાર યુવાને વિરાર (મુંબઇ)માં આપઘાત કરતા પહેલા ૪ મીનીટની વીડીયો કલીપ કચ્છના મિત્ર-વર્તુળમાં મોકલી

ભૂજ, તા. ૧પઃ  સમજદારીનો અભાવ આજની યુવા પેઢીને નડી રહ્યો છે. પરિણામે પારિવારિક અસંતોષ સાથે દામ્પત્યજીવન ખંડીત થઇ રહ્યા છે.

કચ્છ સહિત મુંબઇના પાટીદાર સમાજમાં ખળભળાટ સર્જતા કચ્છી કડવા પાટીદાર યુવાનનાં આપઘાતે આઘાતની સાથે સવાલો સજર્યા છે. માત્ર રપ વર્ષની વયનાં વિરાર (મુંબઇ)માં રહેતા અમિત રતનશી પોકાર નામના યુવાને ૪ મિનિટનો વીડીયો વાયરલ કર્યા બાદ આપઘાત કરી જીવન ટુ઼કાવ્યું હતું.

મુળ કચ્છના નખત્રાણા તાલુકાના ઘડાણી ગામનાં વતની એવા અમિતે પોતે આત્મહત્યા કરતા પહેલા વાયરલ કરેલા વીડીયોમાં કહેલું હતું કે હું અમિત રતનશી પોકાર છેલ્લુ પગલુ લેવા જઇ રહ્યો છું. ઘરવાળીનાં ત્રાસથી હવે મને જીવનમાં કોઇ રસ રહ્યો નથી. ૯ માર્ચથી મને છોડીને ગયા પછી મારી ઘરવાળી ફોન ઉપર જેવા તેવા જવાબ આપે છે, ત્રાસ આહપે છે તેના માતા-પિતા કોઇ એકશન લેતા નથી હું ફોન રેકોડીંગ આ વીડીયો સાથે મોકલીશ. હું જાઉં છું. માફી માંગુ છુ, થઇ શકે તો મને માફ કરી દેજો.

મૃતક યુવાન વિરાર (મુંબઇ)નાં ગ્લોબલ સીટી એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેના પરિવાર ધંધાર્થે મુંબઇમાં વસવાટ કરે છે. પતિ-પત્ની વચ્ચેના તણાવ ભર્યા સંબંધો એ એક યુવા જિંદગીનો અકાળે અંત આવવાની ઘટના દિલને દર્દ આપનારી છે.

(7:04 pm IST)