Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અમરીશ ડેરના સસ્પેન્શનના વિરોધમાં જુનાગઢમાં ટાયરો સળગાવી ચક્કાજામ

કોંગ્રેસ અને આહિર સમાજના ર૦થી રપ શખ્સો સામે કાર્યવાહી

જૂનાગઢ, તા. ૧૫ :. ધારાસભ્ય અમરીશ ડેરના સસ્પેન્શનના વિરોધમાં રાત્રે જૂનાગઢમા ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

જેમા પોલીસે કોંગ્રેસ અને આહિર સમાજના ૨૦ થી ૨૫ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

ગઈકાલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુધાતને સસ્પેન્ડ કરવામાં આવેલ.

જેના વિરોધમાં ગત રાત્રે જૂનાગઢના મધુરમ પાસે હાઈવે પર કોંગ્રેસ અને આહિર સમાજના યુવાનોએ એકત્ર થઈ ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને અમરીશ ડેરનું સસ્પેન્શન પાછુ ખેંચી લેવા માંગ કરી હતી.

આ બનાવના પગલે પોલીસ દોડી આવી હતી પરંતુ પ્રદર્શનકારીઓ નાસી ગયા હતા.

સી ડિવીઝનના પી.એસ.આઈ. જે.એન. વાળાએ કોંગ્રેસ અને આહિર સમાજના ૨૦ થી ૨૫ જેટલા અજાણ્યા યુવાનો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)