Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઓખાના દરિયામાં સેજલીયા દેલવાડાનો ખલાસી ડુબી ગયો

મનુ ચૌહાણના આકસ્માત મોતથી પરિવારમાં કલ્પાંત

ખંભાળીયા, તા. ૧પ : ઓખાના દરિયામાં ઉના પંથકનો આશાસ્પદ ખલાસી યુવાન રાત્રે ડુબી જઇ મોતના મુખમાં ધકેલાતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ ઓખાથી જખૌ તરફ જતા દરિયાઇ રસ્તામાં બોટ નં. આઇ એન.ડી. જીજે૧ ૧-એમએમ ૪૦૩૭માં માચ્છીમારી કરવા ખલાસી તરીકે કામ કરતો મનુ ભાયાભાઇ ચૌહાણ (ઉ.વ.ર૮, રહે. સેજલીયા દેલવાડા, તા. ઉના) રાત્રીના સમયે કોઇપણ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા ડુબી જવાથી મોતને ભેટયો હતો. આ અંગે વરજાંગભાઇ વાળાએ જાહેર કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતાં.

૪ પત્તાપ્રેમી પકડાયા

બીજા બનાવમાં દ્વારકાના રામપરા વિસ્તારમાં પોલીસે ત્રાટકી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ખેંગારભાઇ હરીયાભાઇ સુરાણી, રફીક જુસબભાઇ, વીજયભાઇ ચંદુભાઇ તાવડી અને મનસુખભાઇ અરજણભાઇ પરમારને રોકડ રૂ. ૩૧૦૭૦ સાથે પકડી કાર્યવાહી કરાઇ હતી.

(11:37 am IST)