Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભેસાણમાં તસ્કરોનો તરખાટ ત્રણ દુકાનોને નિશાન બનાવી

શોરૂમમાંથી રૂ. ૬૦ હજારની રોકડની ચોરી

જુનાવઢ, તા. ૧પ : ભેસાણમાં ત્રણ દુકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવી શો રૂમમાંથી રૂ. ૬૦ હજારની રોકડની ચોરી કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.

ભેસાણમાં રાત્રીના સમયે જુદી જુદી ત્રણ દુકાનોમાં તસ્કરો ખાબકયા હતાં જેમાં શો રૂમમાંથી રૂ. ૬૦ હજારની રોકડ અને રૂ. ર૦૦૦ના મોબાઇલનો હાથફેરો કર્યો હતો.

આ અંગે મિતેશ માધાભાઇ પટોળીયાની ફરીયાદ લઇ પોલીસે તસ્કરોને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)