Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સવારે આછા વાદળા સાથે ઠંડકની અસર

અરબી સમુદ્રમાં લો પ્રેસરના પગલે દરિયાઇ બંદરો ઉપર આજે સાંજ સુધી એક નંબરનું સિગ્નલ

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી હવામાનમાં પલ્ટો આવ્યા બાદ આજે સવારે આછા વાદળા સાથે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહયો હતો.

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ યથાવત રહે છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરનાં સમયે ધોમધખતા તાપનો અનુભવ થાય છે.

આજે સવારના ૬ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી આછા વાદળા છવાયેલા રહ્યા હતા અને સૂર્યનારાયણના દર્શન સાથે વાદળા વિખેરાઇ ગયા હતાં.

આવા વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રમાં લો પ્રેસર છવાતા દરિયાઇ કિનારે ૧ નંબરનું સિગ્નલ આજે બીજા દિવસે યથાવત છે. અને સાંજ સુધી રાખવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના શહેરો બાજુ વાદળો છવાશે એવી શકયતા છે. અને  પવનની ગતિ વધે એવી પણ શકયતા છે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર એક નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. અને માછીમારોને દરિયામાં ન જવાની તેમજ દરિયો ન ખેડવાની સૂચના જારી કરવામાં આવી છે. આજે વેરાવળ, માંગરોળ, પોરબંદર, જામનગર, તેમજ ઉના નજીક સૈયદ રાજપરા બંદરોએ માછીમારોને સાવધ  કરવામાં આવ્યા છે. અને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. માછીમાર મંડળીઓ અને આગેવાનોને પણ સાવધાન કરાયા છે.

માંગરોળ, ચોરવાડ સહિતના દરિયા કિનારે ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૧.પ મહત્તમ, ર૦.પ લઘુતમ, ૯૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજ

મહુવા (સુરત)

૧૭.૧ ડીગ્રી

૬પ ટકા

વલસાડ

૧૭.૬ ડીગ્રી

૬૮ ટકા

નલીયા

૧૭.૮ ડીગ્રી

૮૩ ટકા

અમરેલી

૧૮.૪ ડીગ્રી

૭૭ ટકા

વડોદરા

૧૮.પ ડીગ્રી

પ૧ ટકા

ભુજ

૧૮.૮ ડીગ્રી

૮૬ ટકા

દિવ

૧૮.૮ ડીગ્રી

૮૬ ટકા

પોરબંદર

૧૯.૮ ડીગ્રી

૯પ ટકા

રાજકોટ

 ર૦.ર ડીગ્રી

૮૪ ટકા

વેરાવળ

રર.૧ ડીગ્રી

૮૮ ટકા

દ્વારકા

રર.પ ડીગ્રી

૯૦ ટકા

(11:34 am IST)